નેશનલ

ભાજપ લોકસભા ઉમેદવારોની બીજી યાદી સોમવારે જાહેર કરી શકે, કાલે CECની મહત્વની બેઠક

નવી દિલ્હી: દેશમા યોજાનારી આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે ભાજપના નેતાઓએ બીજી યાદીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એવી અપેક્ષા છે કે પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની બાકીની લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત-મહારાષ્ટ્ર અને તેલંગાણા વચ્ચે લોકસભાની બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે ભાજપ કોર ગ્રૂપ છેલ્લા ત્રણ દિવસથી બેઠક કરી રહ્યું છે. શનિવારે મોડી રાત્રે જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની સાથે તેલંગાણાના ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આંધ્રપ્રદેશમાં ટીડીપી સાથે ભાજપનું ગઠબંધન

દક્ષિણ ભારતમાં પોતાને મજબૂત કરવા માટે, ભાજપે આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી અને જનસેના સાથે ગઠબંધન કરીને સીટો વહેંચણી નક્કી કરી નાખી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આંધ્રમાં 8 લોકસભા સીટો પર ચૂંટણી લડી શકે છે. ટીડીપી બાકીની બેઠકો પર ચૂંટણી લડશે.

આ અગાઉ 2 માર્ચે ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 195 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત 34 મંત્રીઓના નામનો સમાવેશ કરાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ