Malaika Aroraએ ડિવોર્સના સાત વર્ષ બાદ Alimonyને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો…
Malaika Arora ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ખૂબ જ ચર્ચાતું નામ છે અને એમાં પણ Malaika પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં આવતી રહે છે. હજી બે દિવસ પહેલાં જ Malaika તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે તેના ઘરની નીચે મોડી રાતે સ્પોટ થઈ હતી. ચાલીસી વટાવ્યા પછી પણ મલાઈકાની સુંદરતા અને હોટનેસમાં બિલકુલ કમી નથી આવી રહી છે. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થતાં હોય છે. પરંતુ હાલમાં મલાઈકા અરોરા અલગ કારણોસર ચર્ચામાં આવી છે. હાલમાં તેનું ચર્ચામાં આવવાનું કારણ અરબાઝ ખાન સાથેના ડિવોર્સ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મલાઈકાના જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ થઈ હતી અને એનું નામ હતું મૂવિંગ વિથ મલાઈકા… આ ફિલ્મ ખાસ કંઈ ચાલી નહીં પણ આ ફિલ્મના માધ્યમથી તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જર્ની, સંઘર્ષ, પર્સનલ લાઈફ વિશે વાત કરી હતી. મલાઈકા હાલમાં અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને તેમના સંબંધો વિશે ચર્ચા થતી જ રહે છે.
હવે મલાઈકાએ અરબાઝ અને તેના છુટાછેડા વિશે વાત કરી છે જેને કારણે તે લાઈમલાઈટમાં આવી ગઈ છે. મલાઈકાએ કહ્યું હતું કે લોકોને એવું લાગ્યું હતું કે અરબાઝ સાથેના છુટાછેડા બાદ મને ખૂબ જ પૈસા એલેમની તરીકે મળ્યા હશે પણ હકીકત કંઈક અલગ જ છે.
સાત વર્ષ બાદ મલાઈકાએ આ વિશે ખુલાસો કરીને ટીકાકારોનું મોઢું બંધ કરી દીધું છે. મલાઈકા અને અરબાઝ થાવવા 19 વર્ષના વૈવાહિક જીવનનો અંત આઆવ્યો હતો અને એ સમયે બોલીવૂડમાં છુટાછેડાને લઈને જાત જાતની વાતો થઈ રહી છે. 2017માં અરબાઝ અને મલાઈકા છુટા પડ્યા હતા અને તેના થોડાક સમય બાદ અર્જુન કપૂર અને મલાઈકા બંને રિલેશનશિપમાં આવ્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં વાત કરતાં મલાઈકાએ જણાવ્યું હતું કે અરબાઝથી છૂટા પડ્યા બાદ લોકોને એવી ગેરસમજ થઈ ગઈ હતી કે મને એલેમની તરીકે ઘણા પૈસા મળ્યા છે. પણ લોકોને આ ક્યાંથી અને કઈ રીતે જાણવા મળ્યું એની માહિતી નથી. મેં ક્યારેય મારા પરિવાર પર પૈસા માટે કોઈ પણ દબાણ નથી કર્યું કે ન તો એમના પૈસા પર મેં આધાર રાખ્યો છે.
આ સિવાય આગળ મલાઈકાએ એવું પણ જણાવ્યું હતું કે મને લગ્ન માટે પણ કોઈએ ક્યારેય દબાણ નથી કર્યું. મેં મારા મનથી નિર્ણય લીધો હતો. મારી લાઈફમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું એના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર હતી. એ જવાબદારી મારે જ લેવાની હતી.
મલાઈકા અને અર્જુન બંને પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહેતાં હોય છે. આ વર્ષે શરૂઆતમાં જ બંનેના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા હતા, પરંતુ આખરે બંને જણે પોતાના સંબંધને એક મોકો આપવાનો નિર્ણય લીધો હતો.