આપણું ગુજરાત

જ્ઞાન સાથે ગમતનું સરનામું એટલે દાદા દાદીનો ઓટલો

અમદાવાદ : માતૃભાષા અભિયાન હેઠળ દાદા દાદીનો ઓટલો કાર્યક્રમોમાં આજના મોબાઇલ અને વોટ્સએપ યુગમાં નવી પેઢીના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન અભિનય વાર્તાનાં માધ્યમથી થાય એવો એક પ્રેરણાદાયી કાર્યક્રમ દાદા-દાદીનો ઓટલો કરી રહ્યું છે. આ દાદા દાદીનો ઓટલોના કાર્યક્રમો દર મહિનાના બીજાને ચોથા રવિવારે શહેરના વિવિધ સ્થળોએ યોજવામાં આવે છે જેમાં બાળકો મોટી સંખ્યામાં સહભાગી થાય છે.

આજ રોજ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારના 7 સ્થળો પર દાદા દાદીના ઓટલાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસણાના પ્રજાપતિ ગાર્ડનમાં યોજવામાં આવેલા દાદા દાદીનો ઓટલોમાં 70-80 જેટલા બાળકો પોતાના દાદા દાદી સાથે આવી પહોંચ્યા હતા.

દાદા દાદીનોઓટલો કાર્યક્રમમાં અલગ- અલગ વકતાઓ દ્વારા અભિનય ગીતો, વાર્તાકથન, બાળગીતો, કવિતાઓ અને વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી.

બાળકોને માધા કાકાના ખેતરમાં, એક બિલાડી જેવા બાળગીતો, રંગદે બસંતી ચોલા જેવા દેશ ભક્તિ ગીતો સાથે- સાથે કેટલીક બોધપાઠ મળે એવી વાર્તાઓ દ્વારા બાળકોને જ્ઞાન સાથે ગમત કરાવી હતી. ગાંધીજી, શહીદ ભગત સિંહ, સુભાષચંદ્ર બોસ જેવા દેશના વીર શહીદોની વાર્તાઓ દ્વારા દેશના આઝાદીના ઇતિહાસથી પણ અવગત કરવાનો અવનવો પ્રયત્ન થયો હતો.

આ ઓટલામાં બાળકોએ પણ સહભાગી થઈને બાળગીતો સાથે જુલ્યા હતા. નવા નવા બાળગીતોમાં આપણા તહેવારો, ઋતુ, શાકભાજી જેવા સહજ સામાન્ય વિષયોને પણ બાળકોને ગવડાવવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button