WATCH: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે રાહુલ ગાંધી સાથે ‘Nyay Geet’ લોન્ચ કર્યું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનો જંગ જીતવા કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે તેનું ચૂંટણીલક્ષી ગીત લોન્ચ કર્યું છે. આ નવા ગીતમાં પ્રતિબદ્ધતાઓની લ્હાણી કરવામાં આવી છે અને યુવા વ્યક્તિઓ માટે રોજગાર અધિકારો અને એપ્રેન્ટિસશીપ બંને તકો પૂરી પાડવાનું વચન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસે શનિવારે તેનું ‘ન્યાય ગીત’ રજૂ કર્યું હતું, જે પક્ષના ‘ન્યાયના પાંચ સ્તંભો’ અને યુવાનોને તેની ‘ગેરંટી’ વિશે વાત કરે છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ન્યાયના પાંચ સ્તંભો યુવાનો, મહિલાઓ, ખેડૂતો, કામદારો માટેનો ન્યાય અને સહભાગી ન્યાય છે.
આ ગીતને રાહુલ ગાંધી અને અન્ય પાર્ટી નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું હતું. કોંગ્રેસના ‘ન્યાય ગીત’ને કેપ્શન આપતા રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, “જે લોકો પાછળ રહી ગયા છે તેમના સપના પણ પૂરા થશે! ન્યાયનું આ ગીત વંચિતોના જીવનમાં સવારના આગમનનું સંગીત છે.”
આ ગીત બે મિનિટ અને 34 સેકન્ડનું છે. કોંગ્રેસે તેના આ નવા ગીતમાં યુવા વ્યક્તિઓ માટે રોજગાર અધિકારો અને એપ્રેન્ટિસશીપ બંને તકો પૂરી પાડવાનું વચન આપ્યું છે.