ઉત્સવ

સિટીઝનશીપ (સિનિયર)

આજે આટલું જ – શોભિત દેસાઈ

આમ તો આજે તમને મોઢું બતાવવાની ઈચ્છા નહોતી, એવી ગડબડ ચાલી રહી છે તબિયતની. પણ છેલ્લાં પાંચ વરસથી કોલમ લખું છું અને મારા દ્વારા એક પણ વખત ચૂક્યો નથી એટલો નિયમિત જિંદગીમાં પહેલી વાર થયો છું… એકાદ વખત નહોતી આવી કોલમ પણ એનું કારણ `વિદેશી પરીબળો’ હતું… હાહાહાહાહા…

તો આજની વાત શરૂ કરતાં પહેલા મારી જ એક ગઝલનો આખા ગુજરાત/ગુજરાતીમાં ખુબ જ ગાજેલો એક મત્લ્આ અને ત્યાર બાદનો એક જાનલેવા શેર જે મેં ઊફક્ષિયતિં ઇંયફળશક્ષલૂફુના `ઘહમ ખફક્ષ ફક્ષમ જયફ’માંથી ઈંક્ષતાશયિમ થઈને લખેલો…

આવું અજવાળું ના ઉગે ધણમાં
કૈંક જાદુ હશે રબારણમાં
વૃધ્ધો સામાન્યત: ઉઠી વહેલા
દીર્ઘ દિવસ જીવે છે ઘડપણમાં
(ભરપૂર જીવી ગયેલા એક વૃદ્ધ 70ની આસપાસ પહોંચ્યા પછી પોતાની ઊંઘ ઓછી થતી મહેસૂસ કરે છે અથવા સ્વયંની ઈચ્છાથી ઊંઘ ઓછી કરતાં જાય છે. કારણ?! મૌત આવી રહ્યું છે પાસે, દિવસો ઓછા થઈ રહ્યા છે જીવનના, એટલે બાકીનો શેષ સમય ઊંઘીને બગાડવાને બદલે વધુમાં વધુ જીવી લેવાની/ જોઈ લેવાની/ આંખો અને સ્પર્શ દ્વારા ભરી લેવાની ઈચ્છા બળવત્તર બનતી જાય છે…)

મારી પોતાની જિંદગીને પાયામાં રાખીને આજે થોડી વૃદ્ધત્વની વાત કરવી છે. સૌથી પહેલા તો એ જણાવી દઉં કે હજી અવાજમાં આરોહ-અવરોહ, કવિતા બાબતની સ્મરણશક્તિ, ઝડપ અને ગતિના આવર્તનો અને રજૂઆત વખતની ચહેરા પરની પ્રસન્નતા લગભગ તો એવા ને એવા છે એવું હું માનું છું… એના કારણમાં એટલું જ કે હજી નવા રદીફ, જૂના કાફિયામાં કેટલી ફેરબદલી શકાયનું પ્રમાણભાન, નવા વિચારો, નવું વાંચન શ્રવણ ચાલ્યાં કરે છે. હજી વિતાવેલી/ પસાર કરેલી/ ઉજવેલી જૂની મહેફિલોનાં તાજાછમ સ્મરણો અકબંધ સચવાયેલાં પડ્યાં છે અને ક્યારેક ક્યારેક અચાનક નજર સામે આવી આંખને ઠંડક ધરી જાય છે. હજી વીતી ગયેલા મિત્રો, એમના સંવાદો, એમના હાવભાવ, એમણે મને કહેવા ધારેલા અને અણીને ટાંકણે શોભિત શું વિચારશે' ધારી મુલતવી રાખેલા એમના શબ્દો મારા હૃદયમાં શાંત-નિરાંતે બેઠા છે... હજી, ઠેઠ 1976થી અત્યાસ સુધી સામે બેઠેલાઅમુક’ `ખાસ’ ચહેરા-એમના પહેરવેશ-એમની મૂંગી તેમજ બોલકી દાદ આજેય એવા ને એવા પાંપણો બીડવાનું કામ કરે છે. હજી આજેય મહાન શૂન્ય, ઘાયલ, બેફામ, સૈફ, મરીઝ, જલન, ગની, બરબાદ, મનોજ, આદિલ – સુરેશ તેમ જ કૈલાસ – મેહુલ – મહેન્દ્ર સમીર – મુસાફર – ખામોશ અને એ પછીની પેઢીઓની પેઢીઓ સાથેના મુશાયરાઓ/પ્રવાસો/જલસાઓ શરીરના અણુએ અણુમાં પ્રસરાયેલા એમના એમ પડ્યા છે. ટૂંકમાં કહું તો હું પોતાને મારા બાપા અનંતરાયના લિબાસમાં, મૂઢા પર છાપું હાથમાં રાખી ચશ્માં ચઢાવીને વહી રહેલો પવન વાંચતો મને જોઈ શકું છું.

હું 67નો, એટલે મારા વાચકોની ઉમ્મર 50થી લઈને 85 સુધીની. હવે, નવી પેઢીના એટલે કે 15થી 50 સુધીના વાચકોની કિમ્મત પ્રતિ વાચક એક લાખ સોનામહોર!!! તો આ આખીય વાત આજે તમારી સાથે કરવાનું કારણ એટલું જ કે આ સમય છે તમારી સ્મરણશક્તિની ધાર કાઢવાનો, જૂનું નેગેટિવ બધું જ ફગાવી દઈને પોઝિટિવને પ્રતિદિન 24%ના ચક્રવૃદ્ધિ વ્યાજ પર મૂકવાનો… સવારે આજનો દિવસ દેખાડવા બદલ પરમાત્માના આભાર સાથે તરત જ ચહેરા પર સ્મિત પહેરી આખો દિવસ ઘૂમવાનો… એક પણ અપ્રિય હાવભાવ કે શબ્દ ભૂલથીય આજુબાજુમાં ફરકી ન શકે એની તકેદારી રાખવાનો… વિરોધીઓની સારી વાત/વસ્તુ જે, જે તે સમયે ચૂકાઈ ગઈ હોય એને યાદ કરી અને એને બિરદાવવાનો… કોઈ પણ વિરોધી જો શરમથી-વિવેકથી-લિહાજથી-ઈજ્જતથી-સૌમ્યતાથી મળે તો એને સત્કારવાનો કે જેથી એનો વાર ખાલી ન જાય… અને `એ’ એટલે કે અંત આવે એને આવકારો દેવાનો.

આપણે ક્યાં એવી જિંદગી ક્યારેય જીવ્યા છીએ કે આપણે ભાગવું પડે…?! આ જૂઓને! જિંદગીમાં ક્યારેય જેને વાંચ્યા નથી એવા ખૂબ વંચાતા એક લેખકનો લેખ ઠવફતિંફાા પર મેળવ્યા પછી એ વિષય પર હું આજે આવા સરસ અક્ષરો પાડી શક્યો…

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય
સર્વ યાદોને ભૂલવાનો સમય
ખૂબસુરત પ્રસવ મરણનો, અને-
હોવાની કેદ ખૂલવાનો સમય.
એક બીજી વાત… કે…ના, ચાલો, જવા દો… હમણાં આટલું તો કરો!!!
આજે આટલું જ…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત