ઉત્સવ

સિનેમાની સફ્ર(ભાગ બીજો)

સિનેમાની સફ્ર
(ભાગ બીજો)

સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ

શિર્ષકના વિભિન્ન પ્રકાર

ફિલ્મના નામને શીર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શીર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું નામ પાડવામાં આવે છે, જ્યારે ફિલ્મોમાં આનાથી ઊંધું હોય છે, પહેલાં નામ રાખવામાં આવે છે અને ફિલ્મ પછી તૈયાર થાય છે.

બદલાના શીર્ષક
ભારતીય હિન્દી ફિલ્મોમાં બદલાનો યુગ ચાલુ થયો તો બદલાની થીમ પર બનેલી ફિલ્મોનો રાફડો ફાટ્યો હતો. કોઈ પિતાનો બદલો લઈ રહ્યો હતો તો કોઈ ભાઈનો બદલો લઈ રહ્યો હતો તો કોઈ દોસ્તનો બદલો લઈ રહ્યો હતો અને બદલાની થીમ પર આધારિત ફિલ્મના શીર્ષક પણ એવા એવા રાખવામાં આવ્યા હતા કે જેને સાંભળીને રોમાંચ ઓછો પરંતુ માનસિક ત્રાસ વધુ થવા લાગ્યો હતો. જિંદા જલા દુંગા',જલા કે રખ દુંગા’, જીને નહીં દુંગા',બદલે કી આગ’, આગ કા ગોલા' અને આવા તો ન જાણે કેટલાય અલગ અલગ શીર્ષક આ સમયગાળામાં જોવા મળ્યા હતા. ફિલ્મો ધડાધડ ફ્લોપ થવા લાગી હતી. દર્શક કહી રહ્યા હતા કેઅમને બદલો નહીં, કથા જોઈએ છે’.
બીજી તરફ વાર્તા પર નિર્માતાનો વિશ્વાસ રહ્યો નહોતો. એ તો પછી સારું થયું કે હમ આપકે હૈં કૌન' ફિલ્મ રિલીઝ થઈ અને ફિલ્મવાળાઓને ખબર પડી કે દર્શકોની પસંદગીને કેટલી પાછળ છોડી દીધી છે. ખેર,જંજીર’નો ભૂલો પડેલો `મૃત્યુદાતા’ પર પાછો ઘરે ફરે તો એને ભૂલો પડેલો કહેવાતો નથી.

સીધા-સરળ કપટરહિત શીર્ષક
ઘણા શીર્ષક સીધા-સરળ અને સાવ કપટ રહિત હોય છે. કોઈ ભારી ભરખમ સજાવટ નહીં, સીધી મુદ્દાની વાત. જેમ કે જય હનુમાન' હનુમાનજી પર ફિલ્મ બનાવવામાં આવી છે તે શીર્ષક પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. જેમને હનુમાનજીમાં આસ્થા હશે તેઓ આ ફિલ્મને જોવા જશે. જેમ કેમહારાણા પ્રતાપ’ અથ્ાવા જય ચિત્તોડ'. જે વાત શીર્ષકમાં છે તે જ વાત ફિલ્મમાં પણ મળશે. જેમના બાવડાં જોર કરી રહ્યા છે તેઓ આ ફિલ્મ પૂરા માન-સન્માનની સાથે જોવા જશે આવી ફિલ્મો. સંપૂર્ણ રામાયણ’, સતી અનસુયા',જય સંતોષી માં’ જેવી ફિલ્મો જોવા આવનારા દર્શકો ક્યારેય નિરાશ થયા નહોતા. કેમ કે ફિલ્મ જોવા જવા પહેલાં જ તેમને ખબર હતી કે તેઓ શું જોવા જઈ રહ્યા છે. જિન્દગી હોય કે પછી ફિલ્મ. છળ-કપટ રહિત હોવાની મજા જ અલગ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button