મનોરંજન

Abhishek Bachchanની એ કમેન્ટ પર કેમ સ્માઈલીવાળી ઈમોજી પોસ્ટ કરી Sr.Bachchanએ…

Amitabh Bachchan ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી. સદીના મહાનાયક એટલે કે બિગ બી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ પર્સનલ લાઈફ એટલે કે સોશિયલ મીડિયા પર પણ સુપર એક્ટિવ રહે છે. અવારનવાર તેઓ પોતાના ફેન્સ સાથે પોતાની પર્સનલ લાઈફની યાદો અને અનુભવો શેર કરતાં હોય છે.

હાલમાં જ જ્યારે ક્રિક્ટર્સ અને સેલિબ્રિટીઝ વચ્ચે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ એટલે કે આઈએસપીએલની શરૂઆત થઈ ત્યારે બિગ બી દીકરા અને એક્ટર અભિષેક બચ્ચન સાથે માઝી મુંબઈ ટીમને સપોર્ટ કરવા માટે પહોંચ્યા હતા અને એની જ એક ઝલક જુનિયર બચ્ચને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બિગ બીએ પણ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને એમાં તેઓ કેપ પહેરેલો જોવા મળી રહ્યા છે. આ ફોટો જોઈને જુનિયર બચ્ચને સિનિયર બચ્ચનના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે અરે વાહ ખૂબ જ સરસ કેપ છે, તમને આ કેપ ક્યાંથી મળી? અભિષેકની આ કમેન્ટ વાંચીને બિગ બી પણ પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા અને કમેન્ટ પર રિપ્લાયમાં સ્માઈલીવાળી ઈમોજી પોસ્ટ કરી દીધી છે.

હવે ફેન્સ બિગ બીના આ રિએક્શનને લઈને અલગ અલગ અટકળો લગાવી રહ્યા છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે આ કેપનો અભિષેક બચ્ચન સાથે કોઈને કોઈ સંબંધ ચોક્કસ છે અને કદાચ આ જ કારણે સિનિયર બચ્ચને કંઈ પણ કહેવાને બદલે બસ હસવાનું પસંદ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button