ઇન્ટરનેશનલ

ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ભૂસ્ખલન અને પૂરમાં 10નાં મોત અને 10 ગુમ

પડાંગ: ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર મુશળધાર વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને બીજા 10 લોકો ગુમ થયા છે એમ સત્તાવાળાઓએ શનિવારે જણાવ્યું હતું.

ટનબંધ માટી, શિલાઓ અને ઉખડી પડેલા વૃક્ષો શુક્રવારે મોડી રાતે ડુંગરા પરથી તણાઈને નીચે આવ્યા હતા, જેને કારણે નદીમાં પૂર આવ્યા હતા અને સુમાત્રાના પશ્ર્ચિમ પ્રાંતમાં આવેલા પેસીસીર સેલાટન જિલ્લાના ડુંગરની આસપાસના ગામડામાં પાણી ફરી વળ્યા હતા, એમ સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા ડોની યુસરિઝલે કહ્યું હતું.

બચાવકર્તાઓ દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત કોટો ઈલેવન તારુસાનમાં સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પાડોશના બે ગામડામાં બીજા બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે બીજા 10 લોકો હજી સુધી શોધી શકાયા નથી.

તેમણે એવી પણ માહિતી આપી હતી કે 46,000 લોકો સરકાર દ્વારા બાંધવામાં આવેલા કામચલાઉ આશ્રયસ્થાનમાં પહોંચી ગયા હતા. પૂર અને ભૂસ્ખલનને કારણે 14 ઘરો દટાઈ ગયા હતા જ્યારે 20,000 ઘરોમાં છાપરા સુધી પૂરના પાણીમાં ડૂબ્યાં હતાં.

મૃતકો અને ગુમ થયેલા લોકો માટેના રાહત કાર્યને વીજ પુરવઠો ખોરવાતાં, કાદવ અને કાટમાળને કારણે અવરોધાયેલા રસ્તાને કારણે અસર થઈ હતી, એમ તેમણે કહ્યું હતું.

ઈન્ડોનેશિયામાં ભારે વરસાદને કારણે વારંવાર ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાતી હોય છે, જ્યાં લાખો લોકો ડુંગરાળ વિસ્તાર અથવા તો પૂરની શક્યતા ધરાવતા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ