ઇન્ફોર્મેશન વૉર: સો વારનું જુઠ્ઠાણું એકવાર તો સાચું લાગે જ….
ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ
19મી અને 20મી સદીની ટે્રડિશનલ મિલિટરી વૉરની જગ્યા 21મી સદીમાં ઇન્ફોર્મેશન વૉરે લઇ લીધી છે. કડવા શબ્દોની જગ્યાએ મીઠા શબ્દોમાં વીંટાળીને લોકો એક બીજાને કાપે છે. ઓલ ઇઝ ફેર ઇન લવ એન્ડ વૉરની લડાઇમાં ઇન્ફોર્મેશનનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.
આ ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશનની વૉરમાં પ્રમુખ પ્લેયરો છે ચીન અને રશિયા પણ આજે રશિયા યુક્રેન સાથે છંછેડાયેલી વૉરમાં બહુ ખરાબ રીતે ફસાઇ ગયું છે અને યુદ્ધમાં અબજો રૂપિયાના શસ્ત્ર સામગ્રીનો ધુમાડા સાથે હજારો સૈનિકોનો ભોગ લેવાયો છે. જેની ભરપાઇ વિદેશથી મિલિટરી સપોર્ટના નામે યુવાનોને ઊંચા પગારે નોકરીની લાલચ આપીને રશિયા બોલાવીને સીધા સૈનિકોના યુનિફોર્મ પહેરાવીને મોરચે લડવા મોકલી દેવામાં આવે છે. જેમાં બદનશીબે કેટલાક ભારતીય યુવાનોની હકીકતો પણ બહાર આવી છે. પણ બીજા ગરીબ દેશના કેટલાય યુવાનોનો બલિ ચડાવવામાં આવ્યો છે તેની કોઇને ખબર પણ નથી.
ઇન્ફોર્મેશન વૉરની જયારે સાચી હકીકતો અમેરિકામાં બહાર પડી ત્યારે લોકો સ્તબ્ધ થઇ ગયા છે. અમેરિકામાં ડીસી વિકલી, ન્યૂ યૉર્ક ટાઇમ્સ ડેઇલી, ધી શિકાગો ક્રોનિકલ અને માયામી ક્રોનિકલ નામે ન્યૂઝની વેબસાઇટો ખુલેલી છે. નામ ઉપરથી લાગે કે આ આ ન્યુઝ સાઇટો અમેરિકન સરકાર કે પ્રાઇવેટ અમેરિકન સિટિઝન્સે લોકલ ન્યૂઝને કવર કરીને અપટુડેટ ઇન્ફોર્મેશન આ વેબસાઇટના વાંચકો માટે ઊભી કરવામાં આવેલ છે. પણ હકીકતમાં આ તમામ ન્યૂઝ એજન્સી રશિયન માલિકીની છે. જેનો ઉદ્દેશ યુક્રેન વોરમાં રશિયાના વિજયની વાહવાહ કરવાનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટુલ્સની મદદથી આ ફેક ન્યૂઝ બેવસાઇટોમાં પ્રદર્શિત થતા ન્યૂઝ અસલી જેવા લાગે છે. એક ફેક ન્યૂઝમાં બતાવવામાં આવે છે. અમેરિકન સરકારે રશિયાના પુતિનના કટ્ટર વિરોધી એલેકસાઇ નવલન કે જેનું હાલમાં જ રશિયન કસ્ટડીમાં મોત થયેલ છે જેનો અમેરિકન સરકાર સપોર્ટ કરતી હતી તેના રૂખમાં અમેરિકન સરકારમાં ચેન્જ આવેલ છે અને હવે તેનો તે વિરોધ કરે છે.
મોટાભાગની આ વેબસાઇટો જાન્યુઆરી 2024માં જ ખોલવામાં આવેલ છે. અને બધી સાઇટો વર્લ્ડપ્રેસ સોફટવૉર વાપરે છે અને તેની ડિઝાઇનો પણ બહુ સિમિલર છે. શિકાગો ક્રોનિકલ તો 1895થી 1907 વચ્ચે બહુ પ્રચલિત છાપુ હતું પણ 1907માં ખોટમાં ચાલતા બંધ કરી દેવામાં આવેલ હતું. પણ આજની જનરેશન આ હકીકતથી અજાણ હોય શિકાગો ક્રોનિકલના નામે લોકલ ન્યૂઝ પેપરની ગરજ સારતું ચાલે છે. પણ સમાચાર યુક્રેન રશિયા વૉરમાં રશિયાની ફતેહના હોય છે, પરંતુ ફેક ન્યૂઝ સાથે રિયલ ન્યૂઝનું પણ એવું મિશ્રણ કરવામાં આવે છે કે બધું બહુ જેન્યુન લાગે કે જેમ કે સુપ્રીમ કોર્ટ જયારે જજમેન્ટ આપ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને 2024ની અમેરિકન પ્રેસીડેન્શિયલ ઇલેકશન માટે ડિસકવોલિફાઇડ ના કરી શકાય તેના ન્યૂઝ જજમેન્ટ આવ્યાની કેટલીક મિનિટોમાં માયામી ક્રોનિકલમાં પ્રસ્તુત કરવામાં આવેલા હતા. રશિયન છાપાઓ અને મેગેઝિનોમાં આવે તેવા જ સમાચારો શરૂઆતમાં જણાવેલી પાંચ ફેક વેબસાઇટોમાં રિપીટ થાય એટલે એમ લાગે કે આ હકીકતો સાચી છે.
ન્યૂ યોર્ક ન્યૂઝ ડેઇલીએ ન્યૂઝ આપ્યા કે રશિયા ઇલેકશન કે જેમાં પુતિન વિજયી થવાના છે તેમાં અમેરિકન સરકર ઇન્ટરફિયર કરે છે.
આજે ન્યૂ યોર્ક ડેઇલી ન્યૂઝે ન્યૂઝની સિરીઝ ચલાવી કે પેરામાઉન્ટ પિકચર્સ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની `ધ પ્રાઇઝ ઓફ વિકટરી’ની બાયોપિક પ્રોડયુશ કરવાની છે. જેમાં ભૂમિકા ભજવતા પ્રમુખ કલાકારોને બેસ્ટ ઓફ લકના વીડિયોઝ પણ સામેલ કરવામાં આવેલા હતા.
એક અમેરિકન પતિ પત્ની વચ્ચે આ સમાચારના કારણે બહુ મોટો ઝઘડો પણ થઇ ગયેલો પત્ની પતિને સમાચાર આપે છે કે પેરામાઉન્ટ પિકચર્સ ઝેલેન્સ્કી ઉપર બોયોપિક બનાવે છે અને ફલાણો એકટર તેનો રોલ ભજવવાનો છે અને 115 મિલિયન ડૉલર્સ ઝેલેન્સ્કીને સ્ટોરી આપવાના નકકી થયેલ છે. હસબન્ડ કહે છે કે આ બધા ફેક ન્યુઝ છે પણ પત્ની આ સમાચારને એટલા સાચા સમજે છે કે તેના પતિ સાથે મોટો ઝઘડો કરે છે કે તમે મને બુદ્ધુ જ સમજો છો મને કોઇ દુનિયાની ખબર જ નથી અને ઉગ્ર ઝઘડામાં વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ પણ બન્નેના નસીબ સારા કે પેરામાઉન્ટ પિકચર્સની સ્પોકવુમને કલેરિફિકેશન આપ્યું કે બ્રીયાન વિલ્સન કે જેણે પોતાની જાતને પેરેમાઉન્ટ પિકચર્સમાં કામ કરતા જણાવેલા અને ઝેલેન્સ્કીની બાયોપિકના સમાચાર ફેલાવતા તે બ્રીયાન વિલ્સન નામની કોઇ વ્યક્તિ પેરામાઉન્ટ પિકચર્સમાં કામ નથી કરતી ત્યારે આ પત્નીએ ઠીક છે કહીને વાત વાળી લે છે પણ પતિને સંભાળાવેલા મહેણાટોણાની માટે સોરી કહેવું પણ ઉચિત ના સમજયું!!.
બાયોપિકના સમાચાર ટ્વિટર હેન્ડલ એકસ, ફેસબુક ટેલીગ્રામ, રેડિટ, ગેબ અને ટૂથ સોશિયલ વગેરે પ્લેટફોર્મ ઉપર ચર્ચાનો વિષય બની ગયેલ જેને જે ફાવે તેમ બધા કોમેન્ટસ આપવા લાગ્યા હતા.
સ્ટોક માર્કેટમાં અને શૅર્સમાં તો કેટલીય વાર લેભાગુ લોકો તેના લાભ માટે ફેક ટીપના સમાચાર ફેરવે છે જેને રિઅલ સમજીને રોકાણકારો ફસાઇ જાય છે. અમેરિકા અને ભારત 2024માં મોટા ઇલેકશન ફેસ કરવાના છે. ફેક ન્યુઝની ભરમાર બન્ને દેશોમાં જબરી ફેલાવાની શકયતાઓ છે અને કહેવાય છે ને કે 100 વખતનું જુઠાણું એક વાર તો સાચું લાગે જ છે તેથી બધા સમાચારો ચાર ગરણ ચાળીને વાંચવાની જરૂર રહેશે. વિન્સ્ટન ચર્ચીલે કહ્યું છે કે “અ લાઇ ગેટ હાફવે એરાઉન્ડ ધ વર્લ્ડ બીફોર ધ ટ્રુથ હેઝ અ ચાન્સ ટુ ગેટ ઇટસ પેન્ટ ઓન.” ઉ