નર્મદાના કુંવરપરામાં 70 સામાજિક સંગઠનોના નેતાઓએ રાહુલને કહીં આદિવાસીઓની સમસ્યાઓ, જાણો વિગત
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે, રાહુલ ગાંધીએ આજે, નર્મદા જિલ્લાના કુંવરપરા ખાતે ન્યાય યાત્રાના બપોરના વિરામ સમયે દલિત, આદિવાસી અને ખેડૂત આંદોલનમાં કાર્યરત 70 જેટલા નાગરિક સમાજ સંગઠનોના નેતાઓ સાથે ચાલીસ મિનિટ લાંબી ચર્ચા કરી હતી.
આ બેઠકમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલાક આદિવાસી સમુદાયોએ પૂરતા વળતર વિના એક જ જીવનકાળમાં ચાર વખત જમીન સંપાદન અને ખાલી કરાવવા જેવી પિડાદાયક પરિસ્થિતીનો સામનો કર્યો છે. ત્યાં હાજર કાર્યકરોએ એ પણ ધ્યાન દોર્યું કે કેવી રીતે રાજ્યના વિવિધ ભાગોમાં હાઉસિંગ માર્કેટ જાતિના આધારે અલગ-અલગ બની રહ્યા છે અને છેલ્લા 20 વર્ષોમાં લઘુમતીઓ કેવી રીતે પોતાને અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે.
ખેડૂતો, આદિવાસી અને દલિતના મુદ્દા પર કામ કરતાં એક્ટિવીસ્ટોએ છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતમાં ભયના વ્યાપક વાતાવરણ વિશે પણ વાત કરી હતી. ડેરી સહકારી સંસ્થાઓ જેવી કેટલીક નાગરિક સમાજ સંસ્થાઓ પર પણ રાજકીય રીતે કબજે કરવામાં આવી છે.
નાગરિક સમાજ સંગઠનોએ પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શન તરફ ધ્યાન દોર્યું હતું, કારણ કે તે રાજકીય ગતિશીલતાનો બોધપાઠ હતો.
આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું તે આ ન્યાય યાત્રા દ્વારા અમારો પાંચ ન્યાય એજન્ડા છે. જેમાં યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને સહભાગી ન્યાયનો સમાવેશ થાય છે. યાત્રાનો ઉદ્દેશ્ય ખરેખર લોકશાહી પુનઃસ્થાપિત કરવાનો અને સરકારને લોકોની પરિસ્થિતી સુધારવા માટે જવાબદાર બનાવવાનો છે.