સ્પેશિયલ ફિચર્સ

આવતીકાલે રવિ પુષ્ય યોગ, જાણો ક્યારથી બેસે છે ખરીદીના શુભ મૂહુર્ત

ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્ર અનેરું માહાત્મય ધરાવે છે અને જ્યોતિષવિદ્યા અનુસાર કેટલાક શુભકામો ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ મુજબ કરવામાં આવે તો તે સારું ફળ આપે તેવી માન્યતા છે. આવતીકાલે 10 સપ્ટેમ્બરે રવિ પુષ્ય યોગ સર્જાઇ રહ્યો છે. પુષ્ય નક્ષત્ર એ જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત કુલ 27 નક્ષત્રોમાંથી સૌથી શુભ માનવામાં આવે છે. તે સામાન્યપણે રવિવાર અથવા ગુરૂવારે જ બેસે છે.

આ રવિવારે સાંજે 5 વાગ્યાને 6 મિનિટથી રવિ પુષ્ય નક્ષત્ર બેસી જશે, જે બીજા દિવસે એટલે કે 11 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યા સુધી રહેશે. આ નક્ષત્રમાં ઘણી વસ્તુઓ ખરીદવી શુભ મનાય છે. આ નક્ષત્રમાં સૌથી વધુ સોનાની ખરીદી થાય છે. તેમજ આ નક્ષત્રમાં ખરીદેલું સોનું ઘરમાં સમૃદ્ધિ લાવે છે તેવી દ્રઢ માન્યતા છે. સોનું સિવાય ચાંદીના સિક્કાની પણ આ નક્ષત્રમાં ખરીદી થાય છે. ચાંદીના સિક્કાની ખરીદીથી ધનલાભના પ્રબળ યોગ સર્જાય છે. અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.


પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ ભગવાનને પીળા ફળ, મિઠાઇ અર્પિત કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સિવાય જે લોકો વાહન ખરીદીનો વિચાર કરી રહ્યા હોય તેમને માટે પણ પુષ્ય નક્ષત્ર ઉત્તમ છે. જમીન-મકાન ધાર્મિક વસ્તુઓની ખરીદી પણ મોટેભાગે પુષ્ય નક્ષત્રમાં થતી હોય છે.
આ પાછળનું કારણ એ છે કે પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ છે. શનિ ચીજવસ્તુઓમાં સ્થિરતાના કારક છે. અને આ નક્ષત્રના દેવતા ગુરુ છે. ગુરુનો કારક સોનુ છે. બીજી તરફ આ નક્ષત્રના ચાર ચરણ કર્ક રાશિમાં હોય છે. જેના કારણે આ નક્ષત્ર કર્ક રાશિ અને તેના સ્વામી ગ્રહ ચંદ્રમાના પ્રભાવમાં પણ આવે છે. આજ કારણ છે કે આ દિવસે શનિ અનુસાર વાહન, ગુરુને અનુસાર સોનુ અને ચંદ્ર મુજબ ચાંદી ખરીદવાનુ શુભ માનવામાં આવે છે.


આ દિવસે ખરીદાયેલું સોનુ કે ચાંદી અક્ષય સિધ્ધ હોય છે અને વ્યક્તિને દરેક તરફથી લાભ જ મળે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે મુશ્કેલ સમયમાં વ્યક્તિએ પોતાનું સોનુ કે ચાંદી વેચવા પડે છે, પરંતુ પુષ્ય નક્ષત્રના વિશેષ મુહુર્ત અને સિધ્ધ યોગમાં ખરીદવામાં આવેલું સોનુ કે ચાંદી અક્ષય હોય છે. મતલબ એ કે તે સ્થાયી હોય છે અને તેને કદી વેચવાનો વારો આવતો નથી, પરંતુ તે સાથે લક્ષ્મી લાવે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત