લોખંડના સળિયા અને લાકડી સાથે બે જૂથ વચ્ચે ગંભીર લડાઈનો વીડિયો વાઇરલ
વાશિમ: મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બે જૂથ વચ્ચે મારપીટની ઘટના બની હતી, જેનો વીડિતો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વાશિમ જિલ્લાના કારંજા શહેરમાં એક વ્યક્તિના બાઇકને ધક્કો લગતા બે લોકો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ આઠથી દસ લોકો લાકડીઓ અને લોખંડના રોડ લઈને એક ઓટો પાર્ટસની દુકાનમાં બેસેલા લોકોને માર માર્યો હતો.
કારંજા શહેરમાં બનેલી આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આઠથી દસ લોકો લાકડી અને લોખંડી રોડથી દુકાનની અંદર રહેલા લોકો પર હુમલો કરવા માટે પહોંચે છે.
10થી 12 મિનિટ સુધી આ બંને જૂથ વચ્ચે લડાઈ ચાલી હતી.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યકતીએ ત્યાં રહેલો ટેબલ પણ દુકાનમાં ફેંક્યો હતી. દુકાનમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં આ આખી ઘટનાનો વીડિયો કેદ થયો હતો. વીડિયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી 14 લોકો સામે ગુનો નોંધ્યો છે.
આ ઘટનાના કોઈ પણ આરોપીઓની ઓળખ હજી સુધી કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની શોધ ચાલી રહી છે, એવી માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.