આંતરરાષ્ટ્રીય બેંડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ તેના પરિવાર સાથે બાબા મહાકાલના દરબારમાં દર્શન કરવા માટે પહોંચી હતી. પોતાના માતાપિતા સાથે તેમણે વહેલી સવારે ભસ્મ આરતી શ્રૃંગારમાં ભાગ લીધો હતો અને પૂજા-અર્ચના કરી હતી. મંદિરના પૂજારીએ તેમને પૂજાપાઠ કરાવ્યા હતા.
સાઇનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, “મને નાનપણથી જ ભગવાન શિવ પર ખૂબ જ આસ્થા છે. હું કોઇપણ જગ્યાએ ફરવા જઉં તો ત્યાંના મંદિરમાં અચૂકપણે દર્શન કરતી હોવ છું. આજે મહાકાલના દર્શન કર્યા, હું ખૂબ જ ખુશ છું કે પરિવાર મારી સાથે છે. અહીં આવીને સૌની મનોકામના પૂરી થાય છે.”
बैडमिंटन खिलाड़ी साइना नेहवाल महाकाल मंदिर पहुंची, माता-पिता के साथ आरती में शामिल होकर लिया आशीर्वाद।#SainaNehwal #MahakalMandir pic.twitter.com/Qs4FpnP8g5
— Jaya Mishra 🇮🇳 (@anchorjaya) September 9, 2023
સાઇનાએ કહ્યું કે તેને ઘૂંટણમાં ઇજાને કારણે તે હાલ ટેનિસમાં સક્રિય નથી. જો કે તે રિકવરીના પૂરા પ્રયત્નો કરી રહી છે. આ માટે તે સતત ડોક્ટરની સારવાર લઇ રહી છે. સાઇના નેહવાલ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભારત માટે મેડલ જીતનારી પહેલી ખેલાડી રહી છે. તેમણે 2012ના લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.