PM Modiએ આસામને આપી કરોડોની યોજનાઓની સોગાત
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામ અને અરૂણાચલ પ્રદેશની બે દિવસની સત્તાવાર મુલાકાતે છે. અહીં આસામમાં આજે તેમણે કરોડો રૂપિયાની કિંમતના પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વિશાળ જનમેદનીને પણ સંબોધી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેમને આસામના લોકો માટે જે 17,500 કરોડ રૂપિયાની કિંમતના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરવાની તક મળી છે, તેમાં સ્વાસ્થ્ય, આવાસ, પેટ્રોલિયમ વગેરેથી સંબંધિત પ્રોજેક્ટ્સ છે.
આ પ્રોજેક્ટ્સોને કારણે આસામના વિકાસની ગતિ પણ તેજ થશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેમને કાઝીરંગા નેશનલ પાર્કની વિશાળતા, પ્રાકૃતિક સુંદરતાને નજીકથી માણવાનો અને જોવાનો મોકો પણ મળ્યો. કાઝીરંગા એક અનોખો નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ છએ. ડબલ એન્જિનની સરકાર આસામના વિકાસ માટે તેજીથી કામ કરી રહી છે. આસામે ઉર્જા, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રા ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. આજે આસામમાં સાડા પાંચ લાખ પરિવારનું પાક્કા ઘરનું સપનું પૂરું થયું છે. એક રાજ્યના સાડા પાંચ લાખ પરિવાર તેમની પોતાની સપંદના , પોતાની માલિકીના ઘરમાં રહેવા જઇ રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમે આસામમાં મહિલાઓનું જીવન સરળ બનાવવા અને તેમની બચતમાં વધારો થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગઈકાલે, મહિલા દિવસના અવસર પર, અમારી સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.
મોદી સમગ્ર પૂર્વોત્તરને પોતાનો પરિવાર માને છે. અમારી સરકારે વર્ષો સુધી લટકતા રહેલા લાંબા પ્રોજેક્ટને પૂરો કર્યો જે કોંગ્રેસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને પછી ફોટોગ્રાફ્સ લીધા પછી છોડી દેવામાં આવ્યો હતો. આ જ સમયે પીએમ મોદીએ વિરોધ પક્ષો પર પણ નિશઆન સાધતા કહ્યું હતું કે મારા આ પ્રયાસો વચ્ચે મારા વિરોધીઓ શું કરી રહ્યા છે? તેઓ મોદીને કહી રહ્યા છે કે મોદીનો પરિવાર નથી. પરંતુ આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું, હું મોદીનો પરિવાર છું.