નેશનલ

90% નારીવાદી ફિલ્મ નિર્માતાઓ ફ્રોડ છે, જાણો આમ કોણે અને કેમ કહ્યું?

અનુરાગ કશ્યપ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશકોમાંથી એક છે. તેઓ તેની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘દેવ ડી’, ‘કેનેડી’ જેવી અન્ય ફિલ્મો માટે જાણીતા છે. અનુરાગ કશ્યપ માટે બીજી એક વસ્તુ જાણીતી છે તે એ છે કે અનુરાગ કશ્યપ સ્પષ્ટવક્તા છે. હાલમાં એક ઇવેન્ટ દરમિયાન ડિરેક્ટરે નારીવાદી ફિલ્મ નિર્માતાઓને ફ્રોડ કહ્યા છે. ઈવેન્ટમાં તેમણે ઈન્ડસ્ટ્રીની હાલત વિશે પણ વાત કરી હતી. અનુરાગે કહ્યું કે કોમર્શિયલ સ્પેસમાં બે પ્રકારના ફિલ્મમેકર્સ હોય છે. એક કે જે માત્ર પૈસા કમાવા માંગે છે અને તેના પ્રત્યે પ્રમાણિક છે અને બીજો તકવાદી છે. અનુરાગ કહે છે કે માન્યતાથી વિપરીત સ્વતંત્ર સિનેમાની જગ્યા ખૂબ જ મુશ્કેલ છે. અહીં લોકો બીજાને નીચે લાવવાના રસ્તાઓ શોધે છે.

ઇવેન્ટમાં અનુરાગ કશ્યપને તાજેતરના વર્ષોમાં નારીવાદી સિનેમાના ઉદય વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં ડિરેક્ટરે કહ્યું, ‘મને લાગે છે કે દરેક ફિલ્મમેકરને દરેક પ્રકારની ફિલ્મ બનાવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. હું મોટાભાગના ફિલ્મ નિર્માતાઓને અંગત રીતે ઓળખું છું. હું સૌથી વધુ સમસ્યાવાળા ફિલ્મ નિર્માતાઓને પણ જાણું છું. કોમર્શિયલ ફિલ્મ નિર્માતાઓ, જેમણે KGF અને Salar જેવી ફિલ્મો બનાવી છે, તે પણ બે પ્રકારના હોય છે.


કેટલાક તકવાદી હોય છે અને પછી એવા લોકો આવે છે જેઓ પૈસા કમાવવા અને હિટ ફિલ્મો આપવા માટે પ્રમાણિક હોય છે. અનુરાગે આગળ કહ્યું, ‘પરંતુ હું તમને કહી દઉં કે જે ફિલ્મ નિર્માતાઓ નારીવાદી, સમાજવાદી અને ક્રાંતિકારી દેખાય છે… તેમાના 90 ટકા ફ્રોડ છે. તેઓ બધા ડોળ કરી રહ્યા છે. આટલા વર્ષો સુધી સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યા પછી, મને સમજાયું છે કે સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ સૌથી ખરાબ છે. કારણ કે તેઓ માત્ર એકબીજાને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ ઢોંગી બુદ્ધિશાળી લોકો અને ઢોંગી મૂર્ખ લોકો વચ્ચે શું તફાવત છે? કંઇ નહીં બંને ડફોળ લોકો એક સરખા છે.

‘સેન્સિબલ’ લોકો એકબીજાને નીચે પાડવામાં વ્યસ્ત છે. . અનુરાગ કશ્યપે કહ્યું કે તમામ પ્રકારના ફિલ્મમેકરોએ સાથે મળીને રહેવું જોઈએ. પ્રોજેક્ટ્સની વાત કરીએ તો અનુરાગ કશ્યપે ‘કેનેડી’ ફિલ્મ બનાવી હતી. તેનું પ્રીમિયર 2023માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. પરંતુ ભારતમાં તેની રિલીઝ ડેટ હજુ સુધી નક્કી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button