મનોરંજન

Happy Birthday: જનરલ કોચમાં છાપું પાથરી ખોળામાં તબલા રાખી કરતા હતા મુસાફરી

તબલા ઉસ્તાદનો પર્યાય એટલે ઝાકીલ હુસૈન. આજે તેમનો 73મો જન્મદિવસ છે. તબલા પર તેમની એક થાપ પણ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. ઝાકિરે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની કલાનો ઝંડો ફરકાવ્યો છે. જીવનમાં આટલી પ્રસિદ્ધિ મેળવી હોવા છતાં, ઉસ્તાદ સાદગી સાથે જીવવાનું પસંદ કરે છે અને ડાઉન ટુ અર્થ રહે છે. તેમણે પોતાના જીવનમાં ઘણા સંઘર્ષ બાદ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે, પણ આ મંઝિલ પહેલાની સફર એટલી સૂરીલી ન હતી. ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખાના પુત્ર છે. ઝાકીરને તબલા વગાડવાનું હુન્નર પિતા પાસેથી વારસામાં મળ્યું છે.

તે નાનપણથી જ પૂરા સમર્પણ સાથે વાદ્ય વગાડતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેમણે પખાવાજ વગાડવાનું શીખી લીધું. આ કળા તેમને તેમના પિતાએ શીખવી હતી. તેમણે માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો અને તેમણે વર્ષ 1973 માં તેનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું.

ઝાકિરે ખૂબ જ નાની ઉંમરે તબલા પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. આ પછી, તેણે 11-12 વર્ષની ઉંમરે તબલા વગાડવાની સફર શરૂ કરી. તે પોતાના કોન્સર્ટ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. જોકે આ દરમિયાન તેમની પાસે રિજર્વ્ડ કૉચમાં જવાના પૈસા ન હતા. જનરલ કૉચમાં તેઓ મુસાફરી કરતા. લાંબી મુસાફરી હોય તો નીચે છાપું રાખીને બેસી જતા, પણ પોતાના તબલાને ખોળામાં જ રાખતા. જેથી કોઈનો પગ ન અડે. મા સરસ્વતીની પૂજા કરું છું તો તેનું રક્ષણ કરવાની મારી ફરજ છે, તેમ તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

પોતે કાર્યક્રમોમાં જતા તેથી પરિવારને મળવાનો મોકો પણ ઓછો મળતો. આટલા પૈસા ન હતા કે વારંવાર મુસાફરી કરી પરિવાર પાસે જઈ શકે. આર્થિક સ્થિતિ સુધર્યા બાદ પરિવાર સાથે રહેવાનું તેમની માટે શક્ય બન્યું હતું.
અનેક મુશ્કેલીઓને પાર કરીને તેણે દુનિયાભરના લોકોના દિલમાં જગ્યા બનાવી. જ્યારે પણ તે તબલા વગાડે છે, ત્યારે લોકોના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે વાહ ઉસ્તાદ વાહ.

Ustad ZAKIR HUSSAIN in a rare picture with father Ustad Alla Rakha & family, at the Taj Mahal in Agra

ઉસ્તાદે ભારતીય શાસ્ત્રીય સંગીતના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમને 1988માં પદ્મશ્રી અને 2002માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ પછી, 2009 માં, તેમને સૌથી પ્રતિષ્ઠિત સંગીત એવોર્ડ, ગ્રેમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો