વીક એન્ડ

દીકરો… માનો ચમચો!

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી

દીકરી બાપની વકીલાત કરે એટલે બાપની ચમચી કહેવાય અને દીકરો માનો જાસૂસ હોય એટલે માનો ચમચો કહેવાય.
કોઈના બાપનું ન માનનારો, ગમે તે પૂછો સામે જવાબ દેનારો ચુનિયો મારાં અનેક પ્રશ્નો પછી પણ મૌન ધારણ કરી અને
બેઠો હતો.

બહુ પૂછ્યું તો એણે આંખથી ઈશારો કરી એનો છોકરો બેઠો હતો એ દેખાડ્યો. મને આશ્ચર્ય થયું કે જન્મતાની સાથે જેને મેં તેડ્યો હોય એને હું ન ઓળખું? પરંતુ જ્યારે છોકરો ઊભો થઈ
અને ચાલ્યો ગયો ત્યારે ચુનિયાએ ઊંડો શ્વાસ ભરી અને છોડ્યો ને કહ્યું :
તમને ખબર ના પડે, મારો છોકરો બેઠો હોય ત્યારે મને કશું ન પૂછવું! એની મમ્મીનો એક નંબરનો ચમચો છે, જે વાત
મારી સાથે થઈ હોય તે મરી મસાલો ભભરાવી અને એની માને સંભળાવે છે.

`તમારી સાથે થોડો રહે છે એનો આ પ્રતાપ છે’. મેં તરત જ કે એમાં મારો શું દોષ? અને એવું તો એ શું કરે છે કે તારે મારો વાંક કાઢવો પડે? તો ચુનિયો મને કહે, ત્યાં મરી મસાલા નાખી અને ભાષા વૈવિધ્યથી તે એની માને એટલું બધું સરસ રીતે મારા વિદ્ધ ઉશ્કેરે છે કે એની માને અડધા શબ્દો સમજાતા નથી, પરંતુ મેં બહુ મોટું કૃત્ય કરી નાખ્યું હોય તેવું એને લાગે છે અને પછી મારી પર ધોંસ બોલાવે છે’.

આજકાલના છોકરાઓ છે બહુ સ્માર્ટ થઇ ગયા છે. લાંચની રકમ પણ બહુ મોટી હોય છે. આપણે એક પીપર કે ચોકલેટમાં વાત માની જતા અને કંઈક સિક્રેટ સસ્તા ભાવે આપણે પેટમાં દબાવી દીધા છે.

બાકી અત્યારે સિલ્વર જ્યુબિલિએ પહોંચેલા જોડકા
ક્યારના ખંડિત થઇ ગયા હોત. અત્યારે બાળકોના હાથમા
મોબાઈલ આપતાં પહેલા સો વાર વિચાર કરવો પડે બાકી તમારા ભૂતકાળને ઉજાગર કરી વર્તમાન ડામાડોળ કરી ભવિષ્ય ધૂંધળું કરી નાખે.
ફાસ્ટ ફૂડ ખાવાને કારણે પેટ પહેલાં જેટલાં ઊંડા નથી રહ્યાં.
પત્ની પિયર ગઈ હોય તો પતિ રિલેક્સ થાય કે નહીં? અઠવાડિયાની પેરોલ મળી હોય તો બિચારા બે- ચાર દોસ્તાર સાથે સુખ વેંચે અને છાંટોપાણી કરે તો એમાં શું થઇ ગયું અને પત્નીને કહેવું પડે કે તારા ગયા પછી ચેન નથી પડતું, ક્યાંય નથી ગમતું, ઘર ખાવા દોડે છે… ‘ પણ આટલું બોલવા બિચારા પિતા પીતા હોય છે.

કડવા ઘૂંટ ઉતારવા શીંગનો સહારો લે અને ફોતરા સોફાના ખાંચામાં સલવાઇ જાય તો એમાં એનો થોડો વાંક છે? પત્નીના આગમન પહેલાં જ બિચારો બીકના માર્યો ત્રણ વાર કચરો, બોટલ, સોડા, ટીન, નાસ્તાની કોથળી બધું સાફ કરી ચુક્યો હોય, પણ માના ચમચા જેવા છોકરાવ ઘરમાં આવતા જ એમની આઝાદી છીનવાઈ જવાની છે, બાપા વઢ વઢ કરશે એમ ખાત્રી જ હોય એટલે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ એમ માની સી. આઈ. ડી. ના પ્રદ્યુમનની જેમ હાથ નાખી નાખીને શીંગના અવષેશ રૂપ ફોતરાં કાઢી એની મમ્મીને બતાવી શાંતિ સુલેહનો ભંગ કરાવે છૂટકો કરાવે.
આ જાસૂસીની આદત આવે છે ક્યાંથી? પતિ આખો દિવસ ઓફિસે ગધાવૈતં કરે અને પત્ની નિરાંતે જમી ખાઈ પી અને એરકંડીશન ચાલુ કરી સિરિયલમા વ્યસ્ત રહે અને એમાં પણ સારા દિવસો હોય ત્યારે ત્રણ પેઢીથી ચાલતી સીઆઈડી' કેક્રાઇમ પેટ્રોલ’ કે ગાળીયા અને કાવતં કરતી મહિલા મંડળીવાળી સિરિયલ જોઈ હોય એ જ પથારી ફેરવે છે.
આજકાલની પેઢી મોબાઈલ આખો ફેંદી શકે છે. આપણે
સ્માર્ટ હતા, પણ આજની જનરેશન ઓવર સ્માર્ટ છે.
તમારી એક ભૂલ તમને ઉઘાડા કરી દે છે આજના જાસૂસી
છોકરા…

હમણાં એક ભાઈબંધ એના છોકરા સાથે બજારમાં ગયો હતો. બિચારાથી આજુબાજુ જોવાયું હશે અને જૂની બહેનપણી સાથે વાત કરી હશે તો છોકરો ત્યારે કાંઈ ન બોલ્યો. હસી -બોલી આંટીનો પ્યારો થઇ ભરપેટ નાસ્તો કર્યોં , પણ ઘરે આવી
મમ્મીને ન કહેવાનું પ્રોમિસ ભાઈબંધને પાંચ હજારની
સાયકલમા પડ્યું.છોકરાને સાથે લઇ જાવ તો આ તકલીફ અને ન લઇ જાવ તો ઘરવાળી કહે: છોકરા અમારે એકલાએ જ નથી સાચવવાના…
તમે ઘરમાં ધ્યાન જ નથી આપતાં. આખો દિવસ અમે સાચવીએ છીએ હવે તમારો વારો… આવું કહી પરાણે
આંગળીએ વળગાડે. નાના હોય ત્યારે બાપા દબાવે, પરણ્યા પછી બૈરીથી બીવે અને છોકરા થાય એટલે એમનાથી
દબાવાનું…. સાલું જિંદગી આખી જાસૂસ વચ્ચે જીવાતી હોય એવુ લાગે. પત્ની મોલમાં ખરીદી કરવા જાય એટલે છોકરા પતિએ તેડવાના.
આમાં બે ફાયદા એક એ કે શાંતિથી પતિનો ટકો કરી શકાય અને બીજો ફાયદો એ કે છોકરાવાળા પુષોમાં બીજી સ્ત્રીઓ
ધ્યાન ન દે.

આવા બધા વચ્ચે પણ પુષ જન્મજાત કલાકાર છે. આટલી સિક્યુરિટી વચ્ચે પણ બાબરી પાડી અને ગોઠવી લેતા પતિઓ મેં જોયા છે… શું ક’યો છો સાચું ને?

વિચારવાયુ:
મહિલા દિન નિમિત્તે
સ્ત્રી જો પુષ સમોવડી થાય તો સા…એ થોડી ઓછી બુદ્ધિ વાપરે…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button