દેશના ચોથા નંબરના સૌથી વધુ ધનવાન અમીર MLA છે આ રાજ્યના Ex.CM
આંધ્ર પ્રદેશઃ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ દેશના ચોથા સૌથી અમીર એમએલએ છે. ચાલો, એમની પાસે કેટલી સંપત્તિ છે, એમની કુલ નેટવર્થ શું છે એના વિશે વાત કરીએ.
તેલુગુ દેશમ પાર્ટીના ચીફ એ. ચંદ્રાબાબુ નાયડુની આજે એટલે કે શનિવારે ધરપકડ કરવામાં આવી છે. 550 કરોડ રૂપિયાના સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ તેમની સામે કરવામાં આવ્યો છે.
એન. ચંદ્રાબાબુ નાયડુએ 2019માં વિધાન સભાની ચૂંટણી વખતે જે એફિડેવિટ દાખલ કર્યું હતું અને એના હિસાબે તેમની પાસે કુલ 668 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ઉપરાંત ચંદ્રાબાબુ નાયડુ પાસે ડેરી કંપની હેરિટેડ ફૂડ્સના રૂપિયા એક કરોડથી વધુના શેર છે. એફિડેવિટના હિસાબે એનું વેલ્યુ હાલમાં 545 કરોડ રૂપિયાની છે.
એન. ચંદ્રાબાબુ નાયડુએ પ્રોપર્ટીમાં પણ મોટાપાયે રોકાણ કર્યું છે. એગ્રીકલ્ચરલ, કમર્શિયલ અને રેશિડેન્શિયલ પ્રોપર્ટી ભેગી કરીએ તો મળીને તેમની પાસે કુલ 94 કરોડની એસેટ્સ છે. દેશમાં એન. ચંદ્રાબાબુ નાયડુથી પણ ધનવાન ત્રણ એમએલએ છે અને એમાં દેશના સૌથી અમીર એમએલએ કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર છે અને તેઓ 1413 કરોડ રૂપિયાના માલિક છે.