લાઉટરબાખ – આલ્પાકા વિલેજમાં, આલ્પાકા સાથે એક લટાર….
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
બ્લેક ફોરેસ્ટમાં કુદરતી સૌદર્ય, ખાણી-પીણી, કલ્ચરની ઘણી વાતો થાય છે, પણ ત્યાંનાં પ્રાણીઓની મેઇનસ્ટ્રીમ ટૂરિઝમમાં ચર્ચા થતી નથી. અહીં નાનકડી હાઇકમાં સુંદર પક્ષીઓ, હરણ, સસલાં અન્ો એવું તો ઘણું જોવા મળ્યા જ કરતું હોય છે. અહીંની વાઇલ્ડ લાઇફન્ો અત્યંત પ્રોટેક્ટેડ વિસ્તારોમાં રાખવામાં આવે છે ત્ો તો સ્પષ્ટ છે જ. અહીં ગાયો અન્ો ઘેંટાઓન્ો પણ ફાર્મમાં મજા કરતાં જોયા છે. સ્વિત્ઝરલેન્ડથી સાવ નજીક રહીન્ો બ્લેક ફોરેસ્ટનું પોતાનું ડેરી કલ્ચર પણ છે જ. એટલું પ્ૂારતું ન હોય ત્ોમ અહીં ઘોડાઓન્ો લઈન્ો નીકળવાનું પણ ઘણું લોકપ્રિય છે.
સાઉથ જર્મનીમાં લોકો હજી 18મી સદી હોય ત્ોમ ઘોડેસવારી શીખે છે. મારી બ્ો યંગ કોલિગ્સ પણ ઘોડસવારીની ફેન્સ છે. એક તો હોર્સ રાઇડિગ સ્પોર્ટ્સમાં ભાગ પણ લે છે. ઘોડા અન્ો ગાયો કંઈ વાઇલ્ડ લાઇફનો ભાગ નથી, પણ બ્લેક ફોરેસ્ટના દરેક રિજનમાં વાઇલ્ડ-લાઇફ વોચિંગ અન્ો સ્થાનિક ઝૂ પણ હાજર છે. ત્યાં લોકલ રીંછ, જંગલી સ્ૂાવર, શાહૂડી અન્ો લાલ હરણ તો દેખાઈ જ જાય છે, પણ અમે બ્લેક ફોરેસ્ટની કૂકુ ક્લોકના રિજનથી નીકળ્યાં ત્યાં ટ્રિબર્ગ શહેર પાસ્ો એક આલ્પાકા ફાર્મની સાઇન આવી.
આલ્પાકા આમ તો સાઉથ અમેરિકન પ્રાણીઓ છે, પણ યુરોપમાં આલ્પાકા ફાર્મ છેલ્લાં થોડાં વર્ષોમાં અત્યંત ટે્રન્ડી બની ગયાં છે. ત્ોમાં આલ્પાકાનું વૂલ કે ત્ોમની સાથે જોડાયેલી બીજી પ્રોડક્ટ્સની વાત નથી. સૌથી લોકપ્રિય પ્રવૃત્તિ છે આલ્પાકા વોકિગની. બસ ફાર્મ પર બુકિગ કરાવીન્ો જવાનું. તમન્ો નિશ્ચિત સમય માટે એ આલ્પાકા સાથે લઈન્ો ત્ોની સાથે લટાર મારવા જવા મળે. ત્ોમન્ો ચાલવા લઈ જવામાં રસ્તો પણ પહેલેથી જ ફિક્સ્ડ હોય. નક્કી કરેલા સમયે પાછું પણ આવી જવું પડે. સાઉથ અમેરિકાના મોડરેડ વેધરની જેમ જર્મનીમાં પણ ત્ોમન્ો ફાવી ગયું હોય ત્ોવું લાગતું હતું.
અહીં બ્લેક ફોરેસ્ટમાં જ નહીં, વાઇનહાઇમમાં અમારા ઘર પાસ્ો પણ એક મોટું આલ્પાકા ફાર્મ છે. અમારી પડોશી સોન્યા હાલમાં ઓસ્ટ્રિયામાં પણ આલ્પાકા વોક કરીન્ો આવી હતી, અન્ો અમારી જૂની મકાનમાલિક સિલ્કે અન્ો ત્ોની દીકરી આલિશા હવે આલ્પાકા વોકિગનો બિઝન્ોસ કરે છે. આલ્પાકાની આટલી હાઇપ મગજમાં ભેગી કરી હતી એટલે જ્યારે રસ્તામાં ફાર્મનું બોર્ડ જોયું તો ત્યાં રોકાયા વિના રહી શકાયું નહીં.
ટ્રિબર્ગથી આશરે વીસ્ોક કિલોમીટર પર લાઉટરબાખ ગામ છે. આ ગામ પાસ્ો જે આલ્પાકા ફાર્મ છે ત્ો પોતાન્ો આલ્પાકા વિલેજ તરીકે ઓળખાવે છે. આ લાઉટરબાખની ઓળખ જ હવે આલ્પાકા વિલેજની બની ગઈ છે. અન્ો ખરેખર વિશાળ એરિયામાં પથરાયેલું ફાર્મ આસપાસનાં ઘણાં ગામ કરતાં મોટું છે. એન્ટ્રી વેથી આગળ બ્ો-ત્રણ ઘરો છે ત્ો પણ અહીંનાં માલિકો અન્ો કર્મચારીઓનાં જ છે. બાકી આસપાસનો ખુલ્લો વગડો બધો આલ્પાકાનો છે. ત્યાં વચ્ચે વચ્ચે લાકડાનાં ગમાણ જેવાં સ્ટ્રક્ચર પણ છે.
ત્ો સમયે ગરમીમાં તો આલ્પાકા એ લાકડાની છત નીચેે જઈન્ો બ્ોસી ગયેલાં. ફાર્મ ઘણું મોટું હતું, પણ ત્ોની સરહદ તો હતી જ. ઇલેક્ટ્રિક ફેન્સથી આલ્પાકાનું બહાર જવાનું શક્ય ન હતું.
જોકે આસપાસનો વિસ્તાર ઢોળાવો અન્ો ટેકરીઓથી અત્યંત કમફર્ટિંગ વ્યુ બનાવતો હતો. થોડાંક આલ્પાકા એ ટેકરી પર પણ રખડતાં હતાં. ઘણાં ફેન્સની આસપાસ ટાઇમપાસ કરી રહૃાાં હતાં. અમન્ો પ્રશ્ન તો થયો, કે બહાર આંટો મારવાનો ત્ો દિવસ્ો વારો ન આવે તો આખો દિવસ આલ્પાકા શું કરતાં હશે.
ત્ો મોટા ભાગ્ો બ્ો-ત્રણના ગ્રુપમાં ઊભાં હતાં, કોઈ આલ્પાકાનું કોલેજ કેમ્પસ કે અડ્ડો હોય ત્ોવું જ લાગતું હતું. ત્ોમાં અમન્ો કયું આલ્પાકા ચાલવા લઈ જવા મળશે ત્ોની ચોઈસ ન હતી. ત્યાં 100થી વધુ આલ્પાકા છે. ત્ો વિલેજનાં સંચાલકો પોતાની સિસ્ટમ પ્રમાણે હવે કોનો ચાલવાનો વારો છે એ રીત્ો લઈ જતાં. અમારા ભાગમાં ચાર આલ્પાકા આવ્યાં. ઓફિસમાંથી બહેન્ો કહૃુાં કે મેક્સ, ડેઝી, પર્ટ અન્ો કેથરીન તમારી સાથે આવશે. પહેેલાં તો લાગ્યું કે જાણે ત્ો સાથે થોડાં માણસો પણ મોકલી રહી હતી, પણ આ ચારેય આલ્પાકાઓનાં નામ હતાં.
લોકો પોતાનાં પાળેલાં પ્ોટ્સનાં નામ ઘણાં ક્રિયેટિવ રાખતાં હોય છે, પણ આ આલ્પાકાનાં નામ સાવ માણસો જેવા હતાં ત્ોમાં તો ક્નફયુઝન થતું હશે. “મેક્સ ક્યાં?”, “એ ટેકરી પર આંટા મારે છે.” એવી વાત થાય, તો ખબર ન પડે કે કોની વાત થઈ રહી છે. ત્ન્ોો આમાં કશું નવું ન લાગ્યું, કારણ કે ત્ોના દાદાનું નામ પણ મેક્સ છે અન્ો આ આલ્પાકાનું નામ ત્ોમણે દાદાની યાદમાં જ રાખ્યું છે. મારા ભાગ્ો મેક્સન્ો ચલાવવાનું આવેલું, એટલે જરા વધારે જવાબદારી લાગવા માંડી. મેક્સની દોરી તો મારા હાથમાં હતી, પણ ત્ો ક્યાંક જોર લગાવીન્ો ભાગી જાય તો મારી ત્ન્ોો પકડીન્ો પાછાં લાવવાની કોઈ ક્ષમતા ન હતી.
જોકે ચારેય અત્યંત ટે્રન કરેલાં વેલ બિહેવ્ડ આલ્પાકા હતાં. ડેઝી થોડી મૂડી હતી, ત્ન્ોો ચાલવાનું પણ આળસ થતું હોય ત્ોવું લાગતું હતું, પણ ત્ો સતત સ્માઇલ કરતી હોય ત્ોવું લાગતું હતું એટલે ત્ોની સાથે પણ મજા તો આવી જ. આલ્પાકાના ચહેરા એટલા એક્સ્પ્રેસિવ હતા કે ત્ોમની કોમ્યુનિકેશનની ભાષા આવડતી હોય તો ત્ોમની સાથે વાત થઈ શકે ત્ોવું લાગતું હતું. આલ્પાકાન્ો આમ પણ ડોમેસ્ટિકેટેડ જ કહી શકાય. વોક પર વ્યુ પણ મજેદાર હતા. ઢોળાવો પરથી બ્લેક ફોરેસ્ટની લેયર્ડ વેલી દેખાતી હતી. તમે કોઇ વ્યુ જોવા ઊભા રહો તો આલ્પાકા પણ એ જ વ્યુ જોઈન્ો કંઇક વિચારતું હોય ત્ોવું લાગતું હતું.
આલ્પાકા સાથે વિતાવેલો સમય એટલો શાંતિભર્યો હતો કે આ અનુભવ ફરી કરવા મળે તો પણ મજા પડશે એવું લાગ્યું. ખાસ તો ત્ોમાં આલ્પાકાન્ો અન્ો આપણન્ો વોક કરવા મળે છે. ન કોઈ સવારીનું કષ્ટ કે ન કોઇ આવડત જોઈએ, ન કૂતરા જેવી જવાબદારી. આલ્પાકા તો કરડતાં પણ નથી. આલ્પાકા સાથે વોકિગન્ો મૂડ એલિવેટર માનવામાં આવે છે. અમે તો ત્ો ચાર મિત્રોન્ો જાણે ઘરે પાછાં મૂકીન્ો આવ્યાં હોય એવો આનંદ અનુભવી રહૃાાં હતાં.