ક્નયા મેળવવા માટે દુ:ખી વરરાજાઓનો મોરચો
કવર સ્ટોરી – મનીષા પી. શાહ
ભારત કૃષિ પ્રધાન દેશ. ખેડૂત એટલે જગતનો તાત. આ બન્ને દાવા શતપ્રતિશત સાચ્ચા, સૂરજ અને ચંદ્રના ઊગવા-આથમવાની જેમ, પરંતુ આ તાતની દશા કેટલી સુધરી તે? એનું જીવન કેવુંક ચાલે છે? ખેડૂતોના નામે આંદોલન અને મતનું રાજકારણ એ અલગ બાબત છે. મોટા ભાગના સામાન્ય ખેડૂતોની સ્થિતિ, સંજોગો અને સમસ્યા વિશે આપણે, મીડિયા અને ખાસ તો સરકાર કેટલું જાણે છે? સમજે છે? ને એના માટે શું
કરે છે?
હમણાં દક્ષિણ ભારત તરફની મુસાફરીમાં સહપ્રવાસીની વાત સાંભળીને આંચકો
લાગ્યો. વાત માનવામાં જ ન આવી. કર્ણાટકના બેંગલૂરુમાં થોડા ફોન કર્યા અને ઈન્ટરનેટના દરિયામાં ડૂબકી માર્યા બાદ, જે થોડી ઘણી હકીકત સામે આવી તે એકદમ વિચારતા કરી મૂકે
એવી છે.
કર્ણાટક રાજ્યના માંડ્યા જિલ્લામાં બેંગલૂરુ-દીંડીગુલ નેશનલ હાઈવે-209ને અડીને કે એમ ડોડ્ડી નામનું ગામ છે. વોકાલિગા કોમની બહુમતી ધરાવતું આ ગામ જ્યાં આવ્યું છે અને માંડ્યા જિલ્લામાં પાંચ લાખ હેક્ટરમાંથી અડધાઅડધ જમીનમાં ખેતી થાય છે. માંડ્યાની 19 લાખની વસતિમાંથી પાંચેક લાખ માણસો કૃષિ સાથે જોડાયેલા છે. આમાંથી ઘણાં પોતાની ખેતી કરે છે, તો બાકીના ખેતરમાં શ્રમિક તરીકે પરસેવો પાડે છે.
આ બધી માહિતી અને આંકડા બાદ હવે આવે છે અસલ ટ્વીસ્ટ. મોટાભાગના ખેડૂત અને ખેતીકામ કરનારાઓ ઘણાં વરસોથી એક અસાધારણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ગામના યુવાનોને પરણવા માટે કોઈ ક્નયા તૈયાર થતી નથી.
માત્ર મજૂરો જ નહિ પણ મોટા ખેડૂતોના સારા રળતા-દેખાવડા યુવાન દીકરાઓ પણ ઘોડે ચડવા ક્યારનાય થનગની રહ્યા છે પણ એ શુભ ઘડી આવતી જ નથી. માન્યામાં નથી આવતું ને? પણ આ કડવી વાસ્તવિકતા છે.
સંતોષ નામનો યુવાન ગ્રેજ્યુએશનનું ભણતો હતો, ત્યારે વિચાર્યું કે ભણતર પૂરું થયાના ચાર-પાંચ વર્ષમાં પોતે પરણીને જીવનમાં સ્થાયી થઈ જશે. બાપા પાસે બહુ બધી જમીન હોય, એકનો એક દીકરો હોય, ભણેલો, યુવાનને પાછો દેખાવડો. આમ છતાં હજી એ કુંવારો જ છે. સંતોષ માને છે કે આજકાલની ભણેલીગણેલી છોકરીઓને ગામડામાં નહિ પણ મોટાં શહેરોમાં પરણવું છે અને ત્યાં જ જીવવું છે.
હવે માંડ્યામાં ઘણાં માનવા લાગ્યા છે કે શિક્ષિત યુવતીઓને શહેરમાં રહેતો, સારા પગારવાળા મુરતિયામાં વધુ દિલચસ્પી છે. આની સાથોસાથ શિક્ષણ અને આર્થિક રીતે પગભર થવાને લીધે યુવતીઓ પોતાની ઈચ્છાના મુરતિયા માટે આગ્રહ રાખતી થઈ ગઈ છે. અગાઉ માતા-પિતા કે વડીલો કહેતા ત્યાં પરણી જવાનું ચલણ હવે ખતમ થતું જાય છે.
કે એમ ડોડ્ડીના ખેડૂત પિતા વલવલો વ્યક્ત કરે છે. દીકરો ભણતો ત્યારે ભગવાનને પ્રાર્થના કરતો કે એને નાપાસ કરજે એટલે નોકરી કરવાને બદલે મારી વિશાળ ખેતી સંભાળી લે. કાશ, મેં એને ભણવા દીધો હોત તો આજે શહેરમાં સ્થાયી થઈને પરણીને સુખી થઈ ગયો હોત.
કે એમ ડોડ્ડી કે માંડ્યા જિલ્લામાં છોકરા-છોકરીના જન્મદર કે પ્રમાણની સમસ્યા નથી. કર્ણાટકમાં હજાર છોકરા સામે છોકરીનું
પ્રમાણ 978 હતું, ત્યારે માંડ્યામાં દર હજાર છોકરા દીઠ છોકરીઓને પણ ભણ્યા બાદ મોટા નગર કે શહેરમાં જવું છે. ગામમાં કે જિલ્લામાં પરણવું નથી.
શહેરમાં સ્થાયી થવાનો મોહ ઉપરાંત પ્રેક્ટિકલ કારણોય ઘણાં છે. ખેતીમાં આવક નિશ્ચિત નથી. કાળી મજૂરી વધુ છે. વરસાદ પર અવલંબન છે અને અમુક વર્ગમાં હજી એનું જોઈએ એવું સામાજિક સ્ટેટસ નથી. ખેતી ઉપરાંત ગામમાં રહેવાથી અમુક માળખાકીય સવલતોનો અભાવ, — જોઈએ એવી સ્કૂલ-કોલેજ-દવાખાના-હૉસ્પિટલની નહિવત ઉપલબ્ધતા જેવાં અનેક કારણોય ખરા જ.
જરા કલ્પના કરો કે જમીનની કિંમત કેટલી હોય! પાછો વિસ્તાર મોટો. પોતાનું ઘર બાર મોટર અને બાઈક શોભતા હોય. છતાં યુવાન-ભણેલા છોકરા માટે કોઈ ક્નયા હા ન પાડે એ કેવી સામાજિક વિષમતા?
કૃષિ ક્ષેત્રને ગરીમા માટે એવા પગલા
ભરવા અનિવાર્ય છે. સાથોસાથ ગામડામાં મૂળભૂત માળખાકીય સુવિધામાં સુધારો સત્ત્વરે કરવો જ રહ્યો. એની સાથોસાથ નાનાં-નાનાં ગામોને નગર-શહેરના સ્તરે બધી રીતે અપગ્રેડ કરવા પડશે.
આ બધા વચ્ચે પોતાની સમસ્યા વિશે સમાજનું અને સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે
બેચલર્સ બિગ્રેડે મોરચો કાઢવો હતો પણ
એનાથી ઝાઝું ઊપજયું નહોતું. શહેર
ભણીની આંધળી દોટ અટકાવવી જ પડશે, નહિતો ગામડા સાથે શહેરમાંય મુશ્કેલી વધ્યા વગર
નહિ રહે. ઉ