નેશનલ

ટી.વી. જગતની બે અભિનેત્રી બહેનોનું 24 કલાકમાં મૃત્યુ

મુંબઇ: ટેલિવિઝન શો ઝનક' અનેભાભી’થી અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મેળવનારી ડોલી સોહીનું શુક્રવારે સવારે સર્વાઇકલ કેન્સરને કારણે નવી મુંબઈની એક હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તે 47 વર્ષની હતી. સોહીના ભાઈ મનપ્રીતે આ જાણકારી આપી હતી. અભિનેત્રીને છ મહિના પહેલા સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું હતું અને ત્યારથી તેની સારવાર ચાલી રહી હતી.
સોહીના ભાઈ મનપ્રીતે પીટીઆઈને કહ્યું હતું કે “તે હવે આ દુનિયામાં રહી નથી.” સવારે લગભગ ચાર વાગ્યે એપોલો હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તેણીને સર્વાઇકલ કેન્સર હતું જે તેના ફેફસામાં ફેલાઈ ગયું હતું. તેમની ખરાબ તબિયતને કારણે અમે તેને ગઈકાલે રાત્રે હૉસ્પિટલમાં દાખલ કરી હતી. નોંધનીય છે કે 24 કલાક અગાઉ જ ડોલી સોહીની બહેન અમનદીપ સોહીનું પણ કમળાને કારણે મૃત્યુ થયું હતું. તે પણ અભિનેત્રી હતી. ટીવી સિરિયલ બદતમીઝ દિલ'થી પોતાની અલગ ઓળખ બનાવનાર અમનદીપની ઉંમર લગભગ 40 વર્ષની હતી.મનપ્રીતે કહ્યું, "અમનદીપનું ગુરુવારે ડીવાય પાટિલ હૉસ્પિટલમાં કમળાને કારણે મૃત્યુ થયું હતું.” ડોલી સોહીએકુસુમ’, મેરી આશિકી તુમ સે હી',કુમકુમ ભાગ્ય’ અને `પરિણીતી’ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. બંનેના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. તેની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ડોલીએ તેના ચાહકોને તેના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, “પૂનમના આ જૂઠાણાથી મને અને મારા પરિવારને ખૂબ જ દુ:ખ થયું છે કારણ કે અમારી બહેન ડોલી આ બીમારીથી ઝઝૂમી રહી છે.” ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button