રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને વિશ્વ મહિલા દિવસની શુભકામના પાઠવી
નારી શક્તિના લાભ માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100ના ઘટાડાની જાહેરાત
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુક્રવારે રાંધણ ગૅસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નાગરિકોને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી અને દરેકને યુવા મહિલાઓના માર્ગમાં બાકી રહેલા અવરોધોને દૂર કરવા અને તેમને પાંખો આપવા માટે સાથે મળીને કામ કરવાની વિનંતી કરી હતી.
વડા પ્રધાને એક્સ પર જણાવ્યું હતું કે આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે. ખાસ કરીને નારી શક્તિને ફાયદો થશે. રાંધણ ગૅસને વધુ સસ્તો બનાવા પાછળનો અમારો હેતુ પરિવારોની સુખાકારીને ટેકો આપવો અને તંદુરસ્ત વાતાવરણની ખાતરી કરવાનો પણ છે. આ મહિલાઓને સશક્તિકરણ અને તેમના માટે `ઇઝ ઓફ લિવિંગ’ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. સંબંધિત નિર્ણયમાં સરકારે ગુરુવારે એક એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે ઉજજવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓ માટે એલપીજી સિલિન્ડરની સબસિડી 300 રૂપિયા વધારવાની જાહેરાત કરી હતી.
એક્સ પર અન્ય એક પોસ્ટમાં મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે અમે અમારી નારી શક્તિની શક્તિ, હિંમત અને સ્થિતિસ્થાપકતાને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, ટેક્નોલોનોજી અને વધુ ક્ષેત્રોમાં પહેલ દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. જે છેલ્લા દાયકામાં સરકારની સિદ્ધિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે, એમ વડા પ્રધાને કહ્યું હતું.
રાષ્ટ્રપતિ મુર્મૂએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મહિલા દિવસ પર બધાને મારી શુભેચ્છાઓ! નારી શક્તિની ઉજવણી કરવાનો આ એક પ્રસંગ છે. સમાજની પ્રગતિ તેની મહિલાઓ દ્વારા કરવામાં આવેલી પ્રગતિ દ્વારા માપવામાં આવે છે. મુર્મૂએ કહ્યું કે, ભારતની દીકરીઓ રમતગમતથી લઇને વિજ્ઞાન સુધીના જીવનના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે અને દેશને ગૌરવ અપાવી રહી છે. આપણે સાથે મળીને યુવા મહિલાઓના માર્ગમાંથી બાકી રહેલા અવરોધોને દૂર કરીએ અને તેમને પાંખો આપીએ. તેઓ આવતીકાલના ભારતને આકાર આપશે. ઉ