નેશનલ

રોહિત-ગિલની સેન્ચુરીથી ભારતનું પ્રભુત્વ વધ્યું

ધરમશાલા: હિમાચલ પ્રદેશના રમણીય વિસ્તાર ધરમશાલામાં આવેલા મેદાન પર ભારતીય ટીમે શુક્રવારે પાંચમી ટેસ્ટના બીજા દિવસે મૅચ પરનું પ્રભુત્વ વધુ મજબૂત કર્યું હતું. ભારતીય ટીમે આખો દિવસ બૅટિંગ કરી હતી અને 255 રનની સરસાઈ મેળવી લીધી હતી. હજી બે વિકેટ પડવાની બાકી હોવાથી આ લીડ સારા એવા પ્રમાણમાં વધશે તો ઇંગ્લૅન્ડની ટીમે કદાચ એક દાવથી જ પરાજય જોવાનો વખત આવશે.
ઇંગ્લૅન્ડના 218 રનના જવાબમાં ભારતનો સ્કોર રમતને અંતે આઠ વિકેટે 473 રન હતો. રોહિત શર્મા (103 રન) અને શુભમન ગિલ (110 રન) વચ્ચેની બીજી વિકેટ માટેની 171 રનની ભાગીદારી ભારતની ઇનિંગ્સનો મુખ્ય સ્તંભ બની હતી. બન્ને બૅટરે ત્રણ બૉલના અંતરમાં પોતાની સદી પૂરી કરી હતી અને પછી આઠ બૉલના અંતરમાં બન્નેએ વિકેટ ગુમાવી હતી.
કૅપ્ટન બેન સ્ટૉક્સ હરીફ સુકાની રોહિત શર્માની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ વિકેટની વિશેષતા એ હતી કે સ્ટૉક્સે આઠ મહિના બાદ પહેલી જ વાર બોલિંગ કરી અને એના પહેલા જ બૉલમાં રોહિતને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઇંગ્લૅન્ડના બોલરોમાં સ્પિનર શોએબ બશીર ચાર વિકેટ સાથે સૌથી સફળ રહ્યો હતો. જેમ્સ ઍન્ડરસને ગિલની જે વિકેટ લીધી એ તેની 699મી વિકેટ હતી અને શનિવારે 700ના મૅજિક ફિગર સુધી પહોંચી શકે એમ છે.
બીજી તરફ, સરફરાઝ ખાને (56) કરીઅરની ત્રીજી ટેસ્ટમાં ત્રીજી હાફ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર દેવદત્ત પડિક્કલે બે કલાક કરતાં પણ વધુ સમય ક્રીઝમાં રહીને શાનદાર 65 રન બનાવીને કારકિર્દીની શુભ શરૂઆત કરી હતી.
હજી ત્રણ દિવસ બાકી છે અને આ મૅચ પાંચ શું ચાર દિવસ પણ પૂરા નહીં કરે એવું કહી શકાય. ભારત 255 રનથી આગળ છે અને સરસાઈ હજી વધારીને બેન સ્ટૉક્સની ટીમને એ સરસાઈ પૂરી કરતા પહેલાં જ ઑલઆઉટ કરીને એક દાવના પરાજયમાં ધકેલી શકે એમ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…