નેશનલ

એલ્વિશ યાદવે ફરી કરી મારપીટ, સીસીટીવી ફૂટેજ વાઇરલ

નવી દિલ્હીઃ જાણીતો યુ-ટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર એલ્વિશ યાદવ ફરી એક વાર વ્યક્તિ સાથે મારપીટ કરવા બદલ વિવાદમાં સપડાયો છે. તાજેતરમાં એલ્વિશ યાદવ ‘બિગ બૉસ’ 17ના વિજેતા મુનવ્વર ફારુકી સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ આ વાતને લઈને એલ્વિશ યાદવે દરેક લોકોને દંભી કહ્યા હતા, પણ તેનો આ ઈશારો મુનવ્વર તરફ હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી હતી.


થોડા સમય પહેલા એલ્વિશ યાદવે મુનવ્વર ફારુકીને ટ્રોલ કરતાં અનેક નિવેદનો આપ્યા હતા અને થોડા સમય બાદ એલ્વિશ મુનવ્વર સાથે જોવા મળતા લોકોએ એલ્વિશની ટીકા કરી સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કર્યા હતા, જેમાંથી ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલો વીડિયો એલ્વિશ સુધી પહોંચ્યો હતો. આ વીડિયોમાં એક વ્યક્તિ એલ્વિશ યાદવની મજાક ઉડાવી રહ્યો હતો. આ વાતને લઈને એલ્વિશ ગુસ્સે ભરાતા એક ટ્વિટર પર શાબ્દિક વૉર બાદ દિલ્હીમાં તે વ્યક્તિને મળવાનું નક્કી કર્યું હતું.

એલ્વિશ અને તેના સાથીદારોએ એ વ્યક્તિને મળવા પહોંચ્યા હતા અને બંને લોકોની વચ્ચે લડાઈ થઈ રહી હોવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એલ્વિશ યાદવ એક વ્યક્તિ સાથે મારપીટ કરી હતી અને એલ્વિશ સાથે આવેલા લોકો પણ એ વ્યક્તિને જોરદાર મારપીટ કરી હતી. લડાઈમાં આ વ્યક્તિના કપડાં પણ ફાટી જતાં લડાઈ રોકી હોવાનું ફૂટેજમાં જોવા મળ્યું હતું.

એલ્વિશ યાદવે જે વ્યક્તિને માર માર્યો હતો તે વ્યક્તિ પણ એક કન્ટેન્ટ ક્રિએટર છે. એલ્વિશ સાથે થયેલી લડાઈ બાદ ટ્વિટર યુઝરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને એલ્વિશ યાદવે તેને મારી નાખવાની ધમકી આપી હોવાનું કહ્યું હતું અને એલ્વિશે તેના આઠ દસ લોકો સાથે મારપીટ કરતાં તેના મોંઢા પર ઇજા થઈ હોવાની માહિતી આપી હતી. આ સાથે તેણે એલ્વિશ સાથે થયેલી તેની વાતચીતનો સ્ક્રીનશૉટ પર શેર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button