ઇન્ટરનેશનલનેશનલ

દુબઈ જનારાઓ માટે આવ્યા Good News, આટલા દિવસમાં મળશે વિઝા…

ગુજરાતીઓ અને દુબઈનું એક ખાસ કનેક્શન છે અને જો તમે પણ દુબઈ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે, કારણ કે તમારા વિઝા પ્રોસેસિંગના સમયમાં ઘટાડો જોવા મળવાનો છે. પહેલાં આ સમયગાળો 30 દિવસ એટલે કે એક મહિનાનો હતો અને હવે તે ઘટાડીને પાંચ દિવસ કરવામાં આવ્યો છે. યુએઈની સરકાર દ્વારા આ માટે વર્ક બંડલ નામનું એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે અને એને કારણે જ વિઝા પ્રોસેસિંગના સમયમાં ઘટાડો જોવા મળશે.

આ નવા પ્રોગ્રામના શ્રી ગણેશ દુબઈમાં તો થઈ ગયા છે અને ધીરે ધીરે તબક્કાવાર અન્ય શહેરોમાં પણ તેને અમલી બનાવવામાં આવશે. અત્યાર સુધી દુબઈનો વિઝા મેળવવા માંગતા લોકોએ વિઝા મેળવવા માટે 5 અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે વર્ક બંડલ નામના એક જ પ્લેટફોર્મ પર આ તમામ કામ ખૂબ જ સરળતાથી કરી શકાશે.

આ સિવાય અત્યાર સુધી વિઝા માટે અત્યાર અલગ અલગ 16 ડોક્યુમેન્ટ્સ અને 15 સ્ટેપ્સ ફોલો કરવા પડતા હતા. પરંતુ હવે આ બધી ઝંઝટમાંથી મુક્તિ મળી રહી હોઈ ફાઈવ ડોક્યુમેન્ટ, ફાઈવ સ્ટેપ જેટલી શોર્ટ કરી દેવામાં આવી છે આખી પ્રોસેસ. આ બધી જ પ્રોસેસમાં કાપ મૂકવામાં આવ્યો હોવાને કારણે વિઝા પ્રોસેસિંગનો સમય પણ 30 દિવસથી ઘટીને 5 દિવસનો રહી ગયો છે.

વર્ક બંડલ પ્લેટફોર્મની વાત કરીએ તો આ પ્લેટફોર્મ પર હવે એમ્પલોયમેન્ટ સર્વિસ, રિન્યૂઅલ સર્વિસ, કેન્સલેશન, મેડિકલ એક્ઝામિનેશન, ફિંગર પ્રિન્ટિંગ જેવી સુવિધાઓનો લાભ પણ ઉઠાવી શકાશે. અત્યાર સુધી આ સુવિધા Invest in Dubai વેબસાઈટ પર અને મોબાઈલ પર જ ઉપલબ્ધ કરાવી આપવામાં આવી હતી.

દુબઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશિત અલ મક્તુમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ક બંડલના ઉપયોગથી રેસિડેન્સી અને વર્ક વિઝાની પ્રક્રિયા ખૂબ જ ટૂંકી અને સરળ બની ગઈ છે.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ નવા પ્લેટફોર્મને કારણે એવા 62 લાખ વર્કિંગ દિવસોને બચાવી શકશે કે જે રેસિડેન્સી અને એમ્પલોયપમેન્ટ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની સરકારી કામકાજમાં વેડફાઈ જતા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…