સ્પોર્ટસ

મલાઈ પેંડો ખાવ છો, પહેલાં આ વાંચી લો…

નાશિકઃ મલાઈ પેંડાનું નામ આવે એટલે મોઢામાં પાણી આવે એ સ્વાભાવિક છે. દેવદર્શને જાવ એટલે પ્રસાદમાં પણ ઘણી જગ્યાએ આ મલાઈ પેંડા આપવામાં આવે છે. પણ હવે આ પેંડાને લઈને જ મહત્વના સમાચાર આવી રહ્યા છે. પ્રસાદમાં મળતો આ પેંડો જ તમારા આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે અને આવું અમે નહીં પણ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કહી રહ્યું છે.

નાશિકના ત્ર્યંબકેશ્વરમાં આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. એફડીએ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ પેંડા દૂધ કે મલાઈનો ઉપયોગ કરીને નથી બનાવવામાં આવ્યા અને આરોગ્ય માટે એ જોખમી થાય છે કારણ કે આરોગ્ય માટે જોખમી એવા ખાદ્યપદાર્થમાંથી પેંડા બનાવવામાં આવે છે.

દૂધનું સ્કીમ પાઉડર અને પામ તેલનો ઉપયોગ કરીને આ પેંડા બનાવવામાં આવે છે. નાશિકના એફડીએ પ્રશાસન દ્વારા 3200 રૂપિયાના પેંડા નષ્ટ કરવામાં આવ્યા હતા અને આશરે 14,000 કિલોની કાચી સામગ્રી જપ્ત કરી હતી.
આ પેંડા ખાઈને શું સમસ્યાઓ થઈ શકે છે એના વિશે વાત કરીએ તો આ પેંડા ખાનારાઓને ગળામાં ખરાશ, ઉધરસ, પેટમાં દુઃખાવો, ચક્કર આવવા, ઉલટી થવી, ઝાડા થવા, કમળો થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત આ પેંડા ખાવાને કારણે કિડની અને લિવર પર પણ વિપરીત અસર જોવા મળે છે. જો ફૂડ પોઈઝનિંગ થાય તો મૃત્યુ પણ થઈ શકે છે.

આ કાર્યવાહીમાં દૂધના પેંડા કહીને તમને આરોગ્ય માટે જોખમી પેંડા ખવડાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક દુકાનદારો પાસે યોગ્ય લાઈસન્સ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. કોઈ પણ મંદિર બહાર વિવિધ પ્રકારના મૂકવામાં આવેલા પેંડા બધાને જ ખાવા માટે લલચાવતા હોય છે, પણ આ પેંડા જે રીતે બનાવવામાં આવે છે એની પ્રોસેસ સામે આવે તો તમે આ પેંડા ખાવાનું પણ બંધ કરી દો એવી સ્થિતિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button