આમચી મુંબઈમહારાષ્ટ્ર

અમિત શાહની ટીકાનો જવાબ આપતા ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, હા, હું મારા દીકરાને…

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ એક સભાનું સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. થોડા સમય પહેલા અમિત શાહે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથના પ્રમુખ શરદ પર પરિવારવાદની નીતિનો ઉલ્લેખ કરી ટીકા કરી હતી. આ બાબતનો જવાબ આપતા ઉદ્ધવ ઠાકરે તેમની ટીકા કરી હતી.

મહારાષ્ટ્રના ધારાશિવમાં એક જનસભાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું મારા 33 વર્ષના દીકરા આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવાની ઈચ્છા જાહેર કરી હતી. આ મુદ્દે ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે આદિત્ય સીએમ બને, પરંતુ એમ કરવા માટે પણ તમારે બધાએ એને ચૂંટવો પડશે. પણ એનો જવાબ ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહના નિવેદન મુદ્દે આપ્યો હતો. થોડા સમય પૂર્વે મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન અમિત શાહે પરિવારવાદને લઈ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા, એનસીપી-એસએસપી અને કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી.

પાંચમી માર્ચે અમિત શાહની આ ટીકાને લઈને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમે મારા પિતા (બાળાસાહેબ ઠાકરે)ની તસવીરને કેમ ચોરી રહ્યા છો? જો તમારામાં હિંમત હોય તો ચૂંટણીના પ્રચારમાં તમારી પોતાની તસવીરનો ઉપયોગ કરો.

અમિત શાહે અનેક વખત મહારાષ્ટ્રની મુલાકાત લીધી પણ દેશના અશાંત વિસ્તારોનું મુલાકાત લેવાનું શા માટે ટાળી રહ્યા છો? શાહ મણિપુર કેમ નહીં ગયા અને તેઓ હિમાચલ પણ જતા નથી. શાહ માત્ર વિરોધીઓને ડરાવવા માટે મહારાષ્ટ્ર આવે છે, એમ કહી ઉદ્ધવ ઠાકરેએ ટીકા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button