ગાયને એરલિફ્ટ કરી Vet Clinic પહોંચાડતા થયો હોબાળો
વિશ્વભરમાં ઘણા બધા પ્રાણીઓ મનોરંજન, ખોરાક, દવા, ફેશન, વૈજ્ઞાનિક પ્રગતિ અને વિદેશી પાળતુ પ્રાણી તરીકે ઉપયોગમાં લેવાથી પીડાય છે, તેથી પ્રાણીઓના સ્વાસ્થ્યની સંભાળ રાખવી એ એક મોટો ઉદ્યોગ છે. આપણા દેશમાં તો પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવામાં નથી આવતું પણ અનેક દેશમાં પ્રાણીઓના સ્વાસ્થ્યની ઘણી કાળજી લેવામાં આવે છે. જેમાં પાલતુ માલિકો અને ખેડૂતોથી લઈને પશુ કલ્યાણ અધિકારીઓ અને પશુ ચિકિત્સા કર્મચારીઓ સુધી તમામ પ્રકારના લોકોનો સમાવેશ થાય છે, હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક સ્વીડીશ કાઉને Vet Clinicમાં લઇ જવામાં આવી રહી છે. જોકે, એમાં આશ્ચર્યજનક વાત એ છે કે આ કારને એરલિફ્ટ કરીને લઇ જવામાં આવી રહી છે.
ગાયને એરલિફ્ટ કરવામાં આવી છે અને હેલિકોપ્ટર ઉડી રહ્યું છે. હેલિકોપ્ટરમાં દોરડું બાંધીને ગાયને લટકાવેલી છે, જેને વેટ ક્લિનીકમાં લઇ જવામાં આવી રહી છે. આ વીડિયોને લાખો લોકો જોઇ ચૂક્યા છે અને અલગ અલગ પ્રતિભાવો આપી ચૂક્યા છે. અનેક લોકોએ આવી રીતે ગાયને લઇ જવા પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. અનેક લોકોએ ગાયને ઠંડી લાગતી હોવાની ટકોર પણ કરી છે. અનેક લોકોએ એને અમાનવીય અને ક્રૂર કૃત્ય ગણાવ્યું છે. આ વીડિયોએ વિશ્વભરના લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
જોકે, આ વીડિયોને જોઇને એક વાત તો સ્પષ્ટ થાય જ છે કે એનિમલ હેલ્થકેરમાં જટિલતાઓ અને પડકારો સંકળાયેલા છે. ચોપગા જાનવરને પણ સ્વસ્થ રાખવા જરૂરી છે અને તેમને સ્વસ્થ રાખવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે, છતાંય કેટલાક લોકો પોતાના વહાલા પ્રાણીની સુખાકારી માટે કંઇ પણ કરી શકે છે.