સ્પોર્ટસ

ધર્મશાલામાં રોહિત અને ગિલના નામે નોંધાયા અવનવા રેકોર્ડ, જાણો વિક્રમોની હારમાળા?

IND VS ENG (ભારત અને ઈંગ્લેન્ડ) વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની 5મી અને છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે રોહિત શર્મા અને શુભમન ગિલે પોતાની તોફાની બેટિંગથી મહેમાન ટીમના હોંશ ઉડાવી દીધા હતા.

કેપ્ટનશીપની ઇનિંગ રમતા રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 12મી સદી ફટકારી હતી જ્યારે શુભમન ગિલે તેની ચોથી સદી ફટકારી હતી. આ શ્રેણીમાં આ બંને ખેલાડીઓની આ બીજી સદી છે. લંચ બ્રેક સુધી ભારતે ઈંગ્લેન્ડના 218 રન સામે પ્રથમ દાવમાં 1 વિકેટના નુકસાને 264 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા પાસે 46 રનની લીડ છે. ગિલ 101 રન અને રોહિત 102 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

ભારતે બીજા દિવસની શરૂઆત 1 વિકેટના નુકસાને 135 રનથી કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ બીજા દિવસના પ્રથમ સત્રમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 129 રન જોડ્યા અને મહેમાનોને બેકફૂટ પર ધકેલી દીધા. આ દરમિયાન બંને ખેલાડીઓએ ઈંગ્લેન્ડને આઉટ થવાની એક પણ તક આપી ન હતી. જોકે, રોહિત 103 રને બેન સ્ટોકના હાથમાં ઝિલાઇ ગયો હતો. ત્યાર બાદ ગિલ 110 રન પર જેમ્સ એન્ડરસનના હાથએ ક્લિન બોલ્ડ થયો હતો. 110 રનમાં 12 ચોક્કા અને પાંચ સિક્સર ફટકારી હતી.

આપણે નજર કરીએ રોહિત શર્મા અને શુભમન ગિલના રેકોર્ડ પર.
ભારતીય કેપ્ટન રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 48મી સદી છે, પરંતુ તેણે આમાંથી 35 સદી 30 વર્ષની ઉંમર બાદ ફટકારી છે. તેણે 30 વર્ષની ઉંમર બાદ ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. આ દરમિયાન બંને ખેલાડીઓના નામે 35-35 સદી છે.

રોહિત શર્માએ સચિન તેંડુલકરની બરાબરી કરી હતીઃ-
ભારતીય કેપ્ટન રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 48મી સદી છે, પરંતુ તેણે આમાંથી 35 સદી 30 વર્ષની ઉંમર બાદ ફટકારી છે. તેણે 30 વર્ષની ઉંમર બાદ ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. આ દરમિયાન બંને ખેલાડીઓના નામે 35-35 સદી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયઃ-

9 – રોહિત શર્મા
4 – વિરાટ કોહલી
4 – મયંક અગ્રવાલ
3 – અજિંક્ય રહાણે
3 – કેએલ રાહુલ
3 – ઋષભ પંત
3 – શુભમન ગિલ
3 – યશસ્વી જયસ્વાલ
3 – રવીન્દ્ર જાડેજા


રોહિત શર્માએ રાહુલ દ્રવિડની બરાબરી કરી હતીઃ-
આ ટેસ્ટ સદી સાથે, રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતનો સંયુક્ત રીતે ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે કોચ રાહુલ દ્રવિડની બરાબરી કરી લીધી છે. બંનેના નામે ભારત માટે 48-48 સદી છે. આ યાદીમાં વિરાટ કોહલી 80 સદી સાથે બીજા અને સચિન તેંડુલકર 100 સદી સાથે પ્રથમ સ્થાને છે.

સેના (SENA) દેશો સામે એશિયન ખેલાડીઓ દ્વારા સૌથી વધુ સદી ઃ-(SENA દેશમાં દ. આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.)

50 – સચિન તેંડુલકર
41 – વિરાટ કોહલી
27 – મહેલા જયવર્દને
25 – રોહિત શર્મા
21 – કુમાર સંગાકારા
19 – રાહુલ દ્રવિડ
19 – વિરેન્દ્ર સેહવાગ


જ્યારે પણ રોહિત શર્માએ ટેસ્ટમાં સદી ફટકારી ત્યારે ભારત ક્યારેય હાર્યું નથી.

રોહિત શર્માના ટેસ્ટ કરિયરની આ 12મી સદી છે. રોહિત શર્માની સદીથી એ તો નિશ્ચિત જ છે કે ભારત આ મેચ હારશે નહીં. હકીકતમાં, રોહિત શર્માએ જ્યારે પણ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે, ત્યારે ભારતે ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નથી. ધર્મશાલા ટેસ્ટમાં પણ આ જ અપેક્ષા રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…