ઇન્ટરનેશનલ

દિલ હૈ કી માનતા નહીં,મીડિયા મોગલ અબજોપતિ રૂપર્ટ મર્ડોક 92 વર્ષની ઉંમરે પાંચમી વાર લગ્ન કરશે

કવિઓ અને શાયરો કહેતા હોય છે કે ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન… આ પંક્તિઓને અક્ષરસ સાચી પાડીને મીડિયા મોગલ અબજોપતિ રૂપર્ટ મર્ડોક 92 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કરવા જઇ રહ્યા છે. 92 વર્ષીય રુપર્ટ મર્ડોકે તેમની ગર્લફ્રેન્ડ એલેના ઝુકોવા સાથેના આગામી લગ્નની જાહેરાત કરી છે. આ લગ્ન જૂનમાં થવાના છે. મર્ડોકના આ પાંચમા લગ્ન હશે. મર્ડોકના લગ્ન તેમના કેલિફોર્નિયાના વાઇનયાર્ડ અને એસ્ટેટ, મોરાગા ખાતે થશે. ગયા વર્ષે, મર્ડોકે એન લેસ્લી સ્મિથ સાથે તેમની સગાઈની જાહેરાત કરી હતી, જે ડેન્ટલ હાઈજિનિસ્ટ અને રેડિયો હોસ્ટ છે. જો કે, બાદમાં તેમની સગાઇ રદ કરવામાં આવી હતી.

ગયા એપ્રિલમાં મર્ડોક અને એલેના વચ્ચેના સંબંધોના સમાચાર આવ્યા હતા. આ સમાચારના ચાર મહિના પહેલા જ, મર્ડોકે રેડિયો હોસ્ટ એન લેસ્લી સ્મિથ સાથે બે અઠવાડિયાની લાંબી સગાઈ તોડી નાખી હતી. એલેના ઝુકોવા એલેના 67 વર્ષની એટલે કે પર્ટ મર્ડોકથી 25 વર્ષ નાની છે. ઝુકોવા, એક નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજીસ્ટ છે. અમેરિકા આવતા પહેલા તે મોસ્કોની રહેવાસી હતી. તે અગાઉ અબજોપતિ ઉર્જા રોકાણકાર એલેક્ઝાન્ડર ઝુકોવ સાથે લગ્ન કરી ચૂકી છે, જેઓ હવે બ્રિટિશ નાગરિક તરીકે લંડનમાં રહે છે. એલેનાની પુત્રી, દશા ઝુકોવા, એક ઉદ્યોગસાહસિક છે જેણે અગાઉ રશિયન અલિગાર્ચ રોમન અબ્રામોવિચ સાથે લગ્ન કર્યા હતા.


મર્ડોકને છ બાળકો છે. તેમના પ્રથમ લગ્ન ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર સાથે થયા હતા. 1960 ના દાયકાના અંતમાં તેમણે છૂટાછેડા લીધા હતા. તેમની બીજી પત્ની, અન્ના ટોર્વ, એક અખબારની રિપોર્ટર હતી. 30 વર્ષથી વધુ સમય સુધી સાથે રહ્યા બાદ બંનેએ 1999માં છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ વેન્ડી ડેંગ સાથેના તેમના ત્રીજા લગ્ન 2013માં સમાપ્ત થયા હતા. મર્ડોકના છેલ્લા લગ્ન મોડલ જેરી હોલ સાથે થયા હતા, જે રોલિંગ સ્ટોન્સના ફ્રન્ટમેન મિક જેગરની ભાગીદાર હતી.


રૂપર્ટ મર્ડોકના મીડિયા સામ્રાજ્યમાં ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને ફોક્સ ન્યૂઝનો સમાવેશ થાય છે, જેનું મૂલ્ય 20 બિલિયન ડોલરથી વધુ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button