બોગસ દસ્તાવેજોની મદદથી 53 ફ્લૅટ હડપ: 12ની ધરપકડ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી
(એમએમઆરડીએ) દ્વારા વિતરિત કરવામાં આવનારા 53 ફ્લૅટ બોગસ દસ્તાવેજોની મદદથી કથિત રીતે હડપ કરવાનો કારસો ઘડનારા 12 જણની સાકીનાકા પોલીસે ધરપકડ કરી હતી.
એમએમઆરડીએના અધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે સાકીનાકા પોલીસે 53 ફ્લૅટ પર દાવો કરનારા તેમ જ તેમને બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં મદદરૂપ થનારાઓ સામે એફઆઈઆર નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે 60 જેટલા લોકો વિરુદ્ધ અંદાજે 10 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.પોલીસ ફરિયાદ અનુસાર કુર્લા પશ્ચિમમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 576 જણને ફ્લૅટના પઝેશન લેટર અને ચાવી આપવામાં આવી હતી. આ દરમિયાન 53 ફ્લૅટ કથિત રીતે હડપ કરવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાનું એમએમઆરડીએના અધિકારીની સતર્કતાને કારણે સામે આવ્યું હતું. આ પ્રકરણે પોલીસે પ્રદીપ યાદવ, રાજેશ યાદવ, કૃણાલ ઘોલપ, આકાશ ભોસલે સહિત 12 જણની બુધવારે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઍરપોર્ટ ઓથોરિટી મુંબઈ સ્થિત જગ્યા પરના રહેવાસીઓના પુનર્વસન માટે રાજ્ય સરકારે એમએમઆરડીએની પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે નિયુક્તિ કરી છે. કુર્લા પ્રીમિયર સ્થિત ઈમારત નંબર-2 અને 3માં ક્રાંતિનગર અને સંદેશનગરના લોકોને ઘર આપવાનું નક્કી કરાયું હતું. ઉ