આમચી મુંબઈ

કર્જત, કસારા, બદલાપુરથી રવાના થતી ટે્રનોના ધાંધીયા

લોકલ ટે્રનો રોજ 15-20 મિનિટ મોડી પડતાં પ્રવાસીઓની હાલાકી
થાણે: છેલ્લા અનેક સમયથી મધ્ય રેલવેના કર્જત, કસારા, બદલાપુરથી રવાના થતી લોકલ ટે્રનો 15થી 20 મિનિટ સુધી મોડી પડતાં પ્રવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પિક અવર્સમાં લોકલ ટે્રનો મોડી પડતાં ઓફિસ જતાં પ્રવાસીઓને કામે પહોંચ્યા મોડુ થતાં એ બાબતે પ્રવાસીઓએ રેલવે સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. મધ્ય રેલવેના કર્જત, કસારા, બદલાપુર, આસનગાવ અને ટીટવાલામાં શહેરીકરણ વધતાં ત્યાંની લોકસંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેથી થાણે અને મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો આવ્યો છે. મુંબઈ જવા માટે રેલવે સૌથી મહત્ત્વનો માર્ગ કર્જત, કસારાના પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. જોકે સવારના સમયમાં જ ટે્રનો મોડી થતાં લોકલ ટે્રનોમાં ભારે ભીડને લીધે પ્રવાસીઓની હાલાકી થઈ રહી હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે.લોકલ ટે્રનોમાં થતી ભીડને લીધે પ્રવાસીઓને શારીરિક ત્રાસ સહન કરવો પડે છે. તેમ જ રોજે રોજ ટે્રનો 10થી 20 મિનિટ મોડી હોય છે અને ટે્રનો સ્ટેશન પરથી પણ મોડી છૂટતી હોવાને લીધે ભીડ વધી રહી છે. રેલવેના આ મંદ કામકાજને લીધે પ્રવાસીઓ દ્વારા રેલવેની ટીકા કરવામાં આવી રહી છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button