આમચી મુંબઈ

હવાની ગુણવત્તાના સર્વેક્ષણ માટે ચાર મોબાઈલ વૅન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના જુદા જુદા ટ્રાફિક બેટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડના ઠેકાણે હવાની ગુણવત્તાનું સર્વેક્ષણ કરવા માટે તેમ જ નાગરિકોની વાયુ પ્રદૂષણની ફરિયાદને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદૂષણનું સર્વેક્ષણ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા ઓટોમેટિક ઍર ક્વોલિટી સર્વે મોબાઈલ વૅનનો ઉપયોગ કરવાની છે.
મુંબઈના ઍર ક્વોલિટી ઈન્ડેક્સના વાસ્તવિક ડેટાની નોંધ આ ફરતી મોબાઈલ વૅનની મદદથી કરવામાં આવશે. આ વૅન મારફત ઉપલબ્ધ થનારી માહિતી લૅબોરેટરીના માધ્યથી ભેગી કરવામાં આવશે. આ મોબાઈલ વૅન નાગરિકોની પ્રદૂષણ વિશેની ફરિયાદના અનુસંધાનમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સના સર્વેક્ષણ કરવા માટે વાપરવામાં આવશે.
મુંબઈમાં હવાની ગુણવત્તા સુધારવા માટે લાંબા ગાળાની અને તાત્કાલિક ધોરણે ઉપાયયોજના પાલિકાના માધ્યમથી અમલમાં મૂકવામાં આવી છે. મુંબઈના જુદા જુદા ઠેકાણે વાયુ પ્રદૂષણની નોંધ લઈ શકાય તે માટે ફરતા સર્વેક્ષણ વાહનો વાપરવાની સૂચના પાલિકા કમિશનર અને પ્રશાસક ડૉ. ઈકબાલસિંહ ચહલે આપી હતી.
પાલિકાના ડેપ્યુટી કમિશનર (પર્યાવરણ) મિનેશ પિંપળેએ જણાવ્યું હતું કે નાગરિકોની ફરિયાદને તાત્કાલિક ધોરણે નિવારણ લાવવા માટે ફરતા વાહન મારફત ઉપલબ્ધ થન્ારી માહિતી ઉપયોગી સાબિત થવાની છે. તેમ જ પ્રશાસનને પણ આ વાહનના માધ્મયથી મળનારી માહિતીનો ઉપયોગ થશે. પરિણામે પ્રદૂષણ નિયંત્રણ માટે યોગ્ય પગલા અમલમાં મૂકવા માટે આંકડા ઉપયોગી સાબિત થશે.
ઑટોમેટિક ઍર ક્વોલિટી સર્વે મોબાઈલ વૅનની મદદથી મુંબઈના જુદાજુદા વિસ્તારમાં હવાની ગુણવત્તાની વર્તમાન સ્થિતી વિશે સચોટ માહિતી મળી શકશે. મુંબઈમાં વધતી જતી વાયુ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ શોધવાની પ્રક્રિયામાં ભાગીદારી કરી શકાશે. આબોહવા પરિબળો એટલે કે તાપમાન, સાપેક્ષ ભેજ, પવનની ગતિ અને દિશા વગેરે વિશેની માહિતી મેળવી શકાશે. પ્રદૂષણ નિયંત્રણની સુવિધા આપીને સ્વચ્છ અને હરિયાળું મુંબઈનું સપનું સાકાર કરી શકાશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો હતો.
પાલિકાના પર્યાવરણ વિભાગ અંતર્ગત વાયુ વિવિધતા સર્વેક્ષણ અને સંશોધન પ્રયોગશાળા કાર્યરત છે. આ પ્રયોગશાળા દ્વારા વાતાવરણીય વાયુ પ્રદૂષણ માપવામાં આવે છે. પાલિકા અધિનિયમ 1888ની કલમ 63 બી હેઠળ દર વર્ષે 31 જુલાઈ પહેલાં પર્યાવરણીય સ્થિતિનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને પાલિકા પ્રશાસનને સોંપવામાં આવે છે. રિપોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષના ઍર ક્વોલિટી સર્વે રિપોર્ટ તેમ જ અન્ય વિભાગોની પર્યાવરણ સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની 18 નવેમ્બર, 2009ના નોટિફિકેશનમાં કુલ 12 પ્રદૂષકો માટે રાષ્ટ્રીય હવાની ગુણવત્તાના ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં જજ્ઞ2, ગજ્ઞ2, ઙખ10, ઙખ2.5, 03, ઙબ, ઈઘ, ગઇં3, ઈ6ઇં6, ઇફઙ, અત, ગશનો સમાવેશ થાય છે. તેમ જ કેન્દ્ર સરકારના ગેઝેટમાં હવા માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપવાામં આવી છે. તે અનુસા પર્યાવરણના તત્વોને માપવા આવશ્યક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…