નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ક્રિકેટર મોહમ્મદ શમી પણ ઉતરી શકે છે ચૂંટણીના મેદાનમાં, બંગાળની આ સીટ પરથી ભાજપ બનાવી શકે છે ઉમેદવાર

દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 370થી વધુ સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. આ લક્ષ્ય સિધ્ધ કરવા માટે ભાજપના નેતાઓ તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભાજપે વિવિધ ક્ષેત્રના લોકપ્રિય ચહેરાઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. મિડીયા રિપોર્ટ મુજબ ભાજપ પશ્ચિમ બંગાળમાં ક્રિકેટના મોટા ચહેરા પર દાવ લગાવી શકે છે. ભાજપ નેતૃત્વ પશ્ચિમ બંગાળમાંથી ક્રિકેટ સ્ટાર મોહમ્મદ શમીને મેદાનમાં ઉતારવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે. શમીએ રણજી ટ્રોફીમાં બંગાળ માટે રમતી વખતે ઝડપી બોલર તરીકે રાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી અને તે હજુ પણ બંગાળ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. સૂત્રોનું કહેવું છે કે બીજેપી નેતૃત્વ આ પ્રસ્તાવને લઈને પહેલાથી જ મોહમ્મદ શમીનો સંપર્ક કરી ચૂક્યું છે. જોકે, અંતિમ નિર્ણય શમીએ લેવાનો છે જે હાલમાં સર્જરી કરાવ્યા બાદ ક્રિકેટમાંથી બ્રેક લઈ આરામ પર છે.

બસીરહાટમાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ

ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, એવું જાણવા મળ્યું છે કે મોહમ્મદ શમીને આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને ચર્ચા સકારાત્મક રહી હતી. ભાજપના નજીકના સૂત્રોમાં એવી પણ ચર્ચા હતી કે શમીને મેદાનમાં ઉતારીને ભાજપ બંગાળમાં લઘુમતી બેઠકો જીતી શકે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ શમીને બસીરહાટ લોકસભા સીટથી મેદાનમાં ઉતારવા માંગે છે. આ મતવિસ્તાર અત્યારે ખૂબ જ સંવેદનશીલ છે. સંદેશખાલી, જ્યાંથી તાજેતરમાં મહિલાઓ પર અત્યાચારના ભયાનક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, તે પણ બસીરહાટ લોકસભાસીટમાં આવે છે. આ મતવિસ્તારમાં લઘુમતી મુસ્લિમ મતદારોની સૌથી વધુ સંખ્યા છે. રાજકીય નિષ્ણાતો માનીઓ તો શમીને મેદાનમાં ઉતારવોએ પીએમ મોદી માટે એક માસ્ટરસ્ટ્રોક હશે કારણ કે તે હવે ભારતીય ક્રિકેટના ટ્રેન્ડિંગ હીરોમાંનો એક છે.

સૌરવ ગાંગુલી પણ ઉતરશે ચૂંટણી મેદાનમાં?

તે જ પ્રકારે અન્ય એક પૂર્વ ક્રિકેટર પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડશે. સૌરવ ગાંગુલીએ સીએમ મમતા બનર્જી સાથે સચિવાલયમાં લગભગ અડધા કલાક સુધી મુલાકાત કરી હતી. દાદા પશ્ચિમ બંગાળની કઈ સીટથી ચૂટંણી લડશે તેને લઈને હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી . છેલ્લા થોડા સમયથી મમતા અને ગાંગુલીને ઘણી જગ્યા પર સાથે જોવામાં આવ્યા છે. વળી સૌરવ ગાંગુલીને કલકત્તામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023 વખતે મમતા બેનર્જીની સરકારે ‘બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર’ જાહેર કર્યા હતા. જો કે સૌરવ ગાંગુલીએ તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે આ અટકળોને ફગાવી દીધી હતી. સૌરવે કહ્યું હતું કે હું એક સામાન્ય વ્યક્તિ છું, કોઈ ધારાસભ્ય કે સાંસદ નથી. મને રાજકારણ સાથે કોઈ લગાવ નથી. હવે સમય જ બતાવશે કે ગાંગુલી અંગેની આ અટકળો કેટલી સાચી પડે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button