‘દેશી’ સ્ટાઈલમાં જોવા મળ્યા બ્રિટિશ પીએમ અને તેમના પત્ની
નવી દિલ્હીઃ ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ અને એને સફળ બનાવવા માટે કોઇ કસર નથી છોડી. જી-20માં ભાગ લેવા માટે આવી પહોંચેલા બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકનો દેશી લૂક જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સામેલ થવા પહેલા એમણે કેટલોક સમય પસાર કર્યો હતો. આ સમયની કેટલીક તસવીરો સામે આવી છે.
જી-20 બેઠકમાં સામેલ થતા પહેલા બ્રિટનના પીએમ ઋષિ સુનક રાજધાની દિલ્હી ખાતે આવેલા બ્રિટિશ કાઉન્સિલ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. એ સમયે એમની સાથે એમના પત્ની અક્ષરા મૂર્તિ પણ હતા. ઋષિ સુનકે બાળકો સાથે ઘણી મસ્તીમજા કરી હતી. બાળકો સાથે એમણે ઘણી વાતચીત પણ કરી હતી અને બાળકોએ પણ એમના સવાલોના જવાબ આપ્યા હતા. બાળકો સાથએ મુલાકાત સમયે ઋષિ સુનક અને અક્ષરા મૂર્તિ ઘણા ખુશ જોવા મળ્યા હતા.
બ્રિટિશ કાઉન્સિલ પહોંચ્યા બાદ સુનકના પત્ની અક્ષરા મૂર્તિ લોબીમાં એક ફૂટબોલને પગની કીક મારતા જોવા મળ્યા હતા, જે જોઇને ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. ત્યાર બાદ ઋષિ સુનક તેમની પત્ની સાથે સેન્ટ્રલ દિલ્હીના કોનોટ પ્લેસ વિસ્તારમાં ફરતા નજરે પડ્યા હતા. એ સમયે તેમની સાથે તેમના સુરક્ષા અધિકારીઓ પણ હાજર હતા. બ્રિટિશ વડાપ્રધાન અને તેમના પત્ની નવી દિલ્હીમાં કેટલાક લોકોને મળ્યા હતા અને તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા એમણે લખ્યું હતું કે, આજના વૈશ્વિક નેતાઓને મળવા પહેલા હું કાલના (ભવિષ્યના) વૈશ્વિક નેતાઓને મળી રહ્યો છું. ભારતમાં બ્રિટિશ કાઉન્સિલમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને મળવું અદભૂત રહ્યું.
આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે કે જી-20 સમિટના સમાપન બાદ ઋષિ સુનક અક્ષરધામની મુલાકાત પણ લેશે.