નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે, જ્યારે મોંઘવારી ભથ્થા (ડીએમ)માં ચાર ટકા વધારવાની સાથે ઉજ્જવલા યોજના ((Ujjwala Yojana)ના લાભાર્થીઓને સબ્સિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સિલિન્ડરની સબ્સિડીની યોજના ચાલુ નાણાકીય વર્ષ 31મી માર્ચે પૂરી થઈ રહી હતી.
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે મોંઘવારી ભથ્થું વધીને પચાસ ટકા કર્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત (ડિયરનેસ રિલીફ) પચાસ ટકા હિસાબથી આપવામાં આવશે. આ વધારો પહેલી જાન્યુઆરી 2024થી લાગુ પડશે, તેનાથી કરોડો કર્મચારીઓને લાભ થશે.
આ યોજના અંગે આજે કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે કહ્યું હતું કે આર્થિક બાબતોની કેન્દ્રીય પ્રધાનોની સમિતિએ હવે આ યોજનાની સબ્સિડીને 2024-25 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. પહેલી એપ્રલિથી શરુ થનારા આગામી નાણાકીય વર્ષ માટે ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ મહિલાઓને એલપીજી સિલિન્ડર પર મળનારી 300 રુપિયાની સબ્સિડી ચાલુ રાખવાની સરકારે જાહેરાત કરી છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ગેસના સિલિન્ડરદીઠ દર વર્ષે 12 રિફિલ સુધી 14.2 કિલોગ્રામ સિલિન્ડરે 200 રુપિયાની સબ્સિડી વધારીને 300 રુપિયા કરી હતી. 300 રુપિયાના સિલિન્ડરની સબ્સિડી ચાલુ નાણાકીય વર્ષમાં 31 માર્ચે પૂરી થવાની હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારે તેને 2024-25 સુધી વધારવાનો નિર્ણય લીધો છે.
આ યોજનાને એક્સ્ટેન્શન આપવાને કારણે 10 કરોડ પરિવારને લાભ થવાની શક્યતા છે અને સરકારની તિજોરીમાં 12,000 રુપિયાનો ખર્ચ થશે અને વચિંત ગરીબ પરિવારોને લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) મળશે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને બજારભાવે એલપીજી સિલિન્ડર ખરીદવો પડતો હતો. ઇંધણના ભાવમાં વધારા પછી કેન્દ્ર સરકારે મે 2022માં પીએમયુવાય (પીએમ ઉજ્જવલા યોજના) લાભાર્થીઓને 200 રુપિયાની સબ્સિડી આપવાની જાહેરાત કરી હતી. ઓક્ટોબર 2023માં એની સબ્સિડી વધારીને 300 રુપિયા કરવામાં આવી હતી.
Taboola Feed