ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
दुम બંદૂક
दुलारा મુશ્કેલ
दुशवार લાડક ું
दुनाली નગારું
दुंदुभि પૂંછડી
ઓળખાણ પડી?
‘કિંગ ઓફ હોલિવૂડ’નું બિરુદ મેળવનાર અફલાતૂન એક્ટરની ઓળખાણ પડી? ‘ચોરી ચોરી’ અને ‘દિલ હૈ કે માનતા નહીં’ જેની પ્રેરણા છે એ ફિલ્મ માટે એક્ટરને ઓસ્કર એવૉર્ડ મળ્યો હતો.
અ) Clark Gable બ) Lawrence Olivier
ક) Cary Grant ડ) Humphrey Bogart
ગુજરાત મોરી મોરી રે
૧૯૯૬ – ૯૭માં દૂરદર્શન પર રજૂ થયેલી અને પારાવાર લોકપ્રિયતા મેળવનારી ગુજરાતી ટીવી સિરિયલનું નામ જણાવો. ત્યારબાદ એ હિન્દીમાં પણ રજૂ થઈ હતી.
અ) કોરી આંખે ભીના સપના બ) વ્હાલા પપ્પા
ક) વાત તમારી ડ) સપનાના વાવેતર
જાણવા જેવું
જૂનાગઢમાં જન્મેલી પરવીન બાબી ૧૯૭૦ના દાયકામાં ગ્લેમરસ હિરોઈન તરીકે છવાઈ ગઈ હતી. આ દાયકામાં અમિતાભ બચ્ચન સાથે તેની જોડી જામી હતી. ફિલ્મમેકર બી. આર. ઈશારાએ કોલેજની બહાર પરવીનને બિન્ધાસ્ત સિગારેટ ફૂંકતી જોઈને ‘ચરિત્ર’ નામની ફિલ્મ માટે અભિનેત્રીને સાઈન કરી હતી જેના હીરો હતા ક્રિકેટર સલીમ દુરાની.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અમિતાભ બચ્ચને સાડા પાંચ દાયકાની કારકિર્દીમાં કેટલીક ફિલ્મમાં ડબલ રોલ કર્યા છે. કઈ ફિલ્મમાં તેમનો ડબલ રોલ નહોતો એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) આખરી રાસ્તા બ) બડે મિયાં છોટે મિયાં ક) સૂર્યવંશમ ડ) આજ કા અર્જુન
નોંધી રાખો
સદ્ગુણોની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. જ્યાં સુધી પોતાની આંગળી કંકુવાળી ન થાય ત્યાં સુધી સામેવાળાને તિલક કેવી રીતે કરી શકાય?
માઈન્ડ ગેમ
દેવ આનંદની કારકિર્દીની સુપરફ્લોપ ફિલ્મ ’ઇશ્ક ઇશ્ક ઇશ્ક’ની હિરોઈન તો ઝીનત અમાન હતી. આ ફિલ્મમાં નાનકડો રોલ કરનારી અન્ય એક હિરોઈનનું નામ જણાવો.
અ) પૂનમ ઢિલ્લો બ) મુમતાઝ
ક) શબાના આઝમી ડ) પરવીન બાબી
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
बंजर ઉજ્જડ
बंदगी પ્રાર્થના
बगावत બળવો
बजाय બદલે
बटेर તેતર
ગુજરાત મોરી મોરી રે
માનવીની ભવાઈ
ઓળખાણ પડી?
જભવશક્ષમહયિ’ત કશતિં
માઈન્ડ ગેમ
શ્રદ્ધા કપૂર
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અલ્પના બુચ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમયા (૩) મુલરાજ કપૂર (૪) ભારતી બુચ (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીશી બંગાળી (૧૧) ધીરેન્દ્ર ઉદ્દેશી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) પ્રતિમા પમાણી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) હર્ષા મહેતા (૨૦) પ્રવીણ વોરા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) અબદુલ્લા એફ. મુનીમ (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) વિજય આસર (૨૬) મહેશ દોશી (૨૭) રજનીકાંત પટવા (૨૮) ભાવના કર્વે (૨૯) સુરેખા દેસાઈ (૩૦) મનીષા શેઠ (૩૧) ફાલ્ગુની શેઠ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૪) વિણા સંપટ (૩૫) નિતીન બજરિયા (૩૬) પુષ્પા ખોના (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) દિલીપ પરીખ (૩૯) જયવંત પદમશી ચિખલ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) અરવિંદ કામદાર (૪૫) અંજના પરીખ (૪૬) જગદીશ ઠક્કર (૪૭) નંદકિશોર સંજાણવાળા (૪૮) અંજુ ટોલિયા (૪૯) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૫૦) પ્રકાશ એફ. માધવાની (બેગલુરુ) (૫૧) અલકા વાણી