આમચી મુંબઈ

મુંબઈગરાને મળશે મફતમાં વૈદ્યકીય સારવારઃ એપ્રિલથી મુંબઈમાં ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના અમલમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ‘આરોગ્ય આપલા દારી’ આ ઝુંબેશ હેઠળ મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારી ઘર-ઘરમાં જઈને મુંબઈગરાની આરોગ્યની તપાસ કરવાના છે. તો એપ્રિલ મહિનાથી મુંબઈમાં ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન પૉલિસી’ અમલમાં આવવાની છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે વરલીમાં આવેલા પાલિકાના ઍન્જિનિયરિંગ હબના પરિસરમાં આવેલા હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાની મુલાકાત લીધી હતી. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે મુંબઈના નાગરિકોના ઘર નજીક સારવાર ઉપલ્બધ થઈ રહે તે માટે મુંબઈમાં ૨૨૬ ઠેકાણે ‘આપલા દવાખાના’ ચાલુ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી ૪૨ લાખ નાગરિકોએ તેનો લાભ લીધો છે. ‘આપલા દવાખાના’માં દર્દીઓને મફતમાં સારવાર મળે છે અને હવે મુંબઈમાં ‘આરોગ્ય આપલા દારી’ ઝુંબેળ હેઠળ ઘર-ઘરમાં જઈને નાગરિકોની મફતમાં તપાસ કરવામાં આવવાની છે. ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ યોજનાને એપ્રિલથી અમલમાં મૂકવામાં આવવાની છે. તે માટે ૧,૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button