મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

હા, હું Ambani’sના ઈવેન્ટમાં જઈને નાચ્યો… Aamir Khanએ જણાવ્યું કારણ…

હાલમાં જ Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani-Radhika Merchantનો ત્રણ દિવસ પ્રિવેડિંગ બેશ યોજાઈ ગયો. આ આલા ગ્રાન્ડ ઈવેન્ટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી મહાનુભાવો હાજર રહ્યા હતા અને જાત જાતના પર્ફોર્મન્સ પણ જોવા મળ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા જો કોઈ પર્ફોર્મન્સની થઈ હોય તો તે છે ત્રણે ખાનના પર્ફોર્મન્સની…

એક સાથે ત્રણેય ખાનને પર્ફોર્મ કરતાં જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયા પર આના મીમ્સ અને અલગ અલગ વીડિયો વાઈરલ થઈ રહ્યા હતા. પરંતુ હવે આમિર ખાને આવું કરવાનું કારણ સ્પષ્ટ કર્યું છે.

મળી રહેલી માહિતી પ્રમાણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં આમિર ખાનને પૂછવામાં આવ્યું કે તું તારા દીકરીના લગ્નમાં નહોતો નાચ્યો પણ અંબાણીના દીકરાના પ્રિ-વેડિંગ બેશમાં જઈને નાચ્યો એનું કારણ? જેના જવાબમાં આમિરે કહ્યું કે સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે હું મારી દીકરીના લગ્નમાં પણ નાચ્યો હતો.

હવે વાત કરું અંબાણીને ત્યાં જઈને ડાન્સ કરવાની તો હા મેં અંબાણીને ત્યાં જઈને પર્ફોર્મ કર્યું, કારણ કે અંબાણીઝ મારા પરિવાર જેવા જ છે, મિત્ર છે. મુકેશ અંબાણી અને એમના સંતાનો મારા માટે મારા સંતાન જેવા જ છે. અમે લોકો એક પરિવાર છીએ. મુકેશ અંબાણી મારા નજીકના મિત્ર છે અને અમારા ફેમિલી રિલેશન્સ છે. હું એમની ખુશીમાં શામેલ થાઉં છું, ડાન્સ કરું છું. એ જ રીતે તેઓ પણ અમારે ત્યાંના કાર્યક્રમમાં ઉત્સાહથી સહભાગી થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમિરે તેના અપકમિંગ પ્રોજેક્ટ સિતારે ઝમીં પર ફિલ્મ વિશે મહત્ત્વની માહિતી આપી હતી. તેણે જણાવ્યું હતું જો તમને તારે ઝમીં પર જેવી ફિલ્મ ઈમોશનલ કરી શકે છે તો ચોક્કસ જ તમને સિતારે ઝમીં પર ગમશે.
આમિર, શાહરુખ અને સલમાને અંબાણીઝના ઈવેન્ટમાં રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના નાટુ નાટુ ગીત પર ડાન્સ કરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button