આમચી મુંબઈ

શા માટે એકનાથ શિંદેએ કોસ્ટલ રોડની સરપ્રાઈઝ વિઝિટ લીધી?

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના મહત્ત્વના કોસ્ટલ રોડ પ્રોજેકટની મુલાકાત લઈને સૌને આજે ચોંકાવી નાખ્યા હતા. મુંબઈના મરીન ડ્રાઈવને બાન્દ્રા વરલી સી લિન્કથી જોડનારા કોસ્ટલ રોડનું 85 ટકા કામ પૂર્ણ થતાં સીએમ શિંદેએ મુલાકાત લીધી હતી. કોસ્ટલ રોડના એક તરફના ભાગને ખુલ્લો મૂકવામાં આવવાનો હતો, પરંતુ હવે કોઈ કારણસર આ રોડના ઉદ્ઘાટનની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

2.8 કિલોમીટર લાંબા અન્ડરસી ટનલમાં કાર ડ્રાઈવ કરીને મુખ્ય પ્રધાન શિંદે આ હાઇ-સ્પીડ કોરિડોરના કામનું નિરીક્ષણ કરવાની સાથે અધિકારીઓ પાસેથી કોસ્ટલ રોડ બાબતે પણ માહિતી મેળવી હતી. કોસ્ટલ રોડ પ્રોજેકટનું ફેબ્રુઆરીમાં ઉદ્ઘાટન કરવાનું હતું પણ આ તારીખ બે વખત મુલતવી રાખવામાં આવી હતી.

ગુરુવારે શિંદેએ કોસ્ટલ રોડની મુલાકાત લીધી હતી, પણ આ પ્રોજેકટના ઉદ્ઘાટન વિશે કોઈ પણ માહિતી આપી નહોતી. શિંદેએ કહ્યું હતું કે મહાલક્ષ્મી રેસ કોર્સની 120 એકરની ખુલ્લી જગ્યાને આ કોસ્ટલ રોડથી જોડવામાં આવશે. આ મુંબઈનું સેંટ્રલ પાર્ક બનશે, જે દરેક લોકો માટે વરદાનરૂપ સાબિત થશે.

10.58 કિલોમીટર લાંબા કોસ્ટલ રોડને રૂ. 13,000 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટના એક તરફના ભાગને 19 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવવાની હતું અને ત્યાર બાદ 28 તારીખે પણ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પણ કોઈ કારણસર આ તારીખને આગળ ધકેલવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button