જેફ બેઝોસ કે ઈલોન મસ્ક નહીં, હવે આ વ્યક્તિ બની ગયા દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ
છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ત્રણ મોટા ફેરફારો થયા છે. આ પહેલા એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. બે દિવસ પહેલા જ જેફ બેઝોસે તેમની પાસેથી નંબર વન અબજોપતિનો તાજ છીનવી લીધો હતો. હવે આજે બર્નાર્ડ આર્નોલ્ટ જેફ બેઝોસને પાછળ છોડીને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ વચ્ચે જેફ બેઝોસ હવે 196 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. બર્નાર્ડ આર્નોલ્ટ 197 અબજ ડોલરની સંપતિ સાથે આ યાદીમાં ટોચ પર છે. તેનો અર્થ એ છે કે હવે કોઈપણ અબજોપતિની સંપત્તિ $200 બિલિયન નથી.
ત્રણ દિવસ પહેલા બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ત્રીજા સ્થાને આવી ગયા છે. સોમવારે તેમની સંપત્તિમાં 17.6 બિલિયન ડોલરનો ઘટાડો થતાં એલોન મસ્ક નંબર વન અબજોપતિ તરીકેના પદથી ત્રીજા નંબર પર આવી ગયા છે. બુધવારે તેમની સંપત્તિમાંથી અન્ય 3 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. એલોન મસ્ક હવે 189 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ત્રીજા સ્થાને છે.
આ વર્ષે, Meta CEO માર્ક ઝુકરબર્ગ કમાણીમાં પ્રથમ સ્થાને છે. ઝુકરબર્ગે 49.9 બિલિયન ડોલરની કમાણી કરી છે. વિશ્વના આ ચોથા સૌથી અમીર વ્યક્તિ પાસે હાલમાં 178 બિલિયન ડોલરની સંપત્તિ છે. બિલગેટ્સ પાંચમા નંબરે છે. તેમની સંપત્તિ પણ આ સમયગાળા દરમિયાન 7.27 બિલિયન ડોલર વધીને 148 બિલિયન ડોલર થઈ ગઇ છે.
139 બિલિયન ડોલરની કુલ નેટવર્થ સાથે, સ્ટીવ બાલ્મર બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં છઠ્ઠા ક્રમે છે. વોરેન બફેટ આ યાદીમાં સાતમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 133 અબજ ડોલર છે. 127 અબજ ડોલર સાથે આઠમા સ્થાને લેરી એલિસન છે. લેરી પેજ નવમા સ્થાને છે અને તેની કુલ સંપત્તિ 121 બિલિયન ડોલર છે. સેર્ગેઈ બ્રિન 115 બિલિયન ડોલર સાથે દસમા સ્થાને છે.