નેશનલ

શિપિંગ ઉદ્યોગમાં ‘ગેરરીતિ’ થઈ રહી હોવાની પીએમ મોદીને ‘મનસે’ની ફરિયાદ

મુંબઈ: શિપિંગ ઉદ્યોગમાં લગભગ બે લાખ કરતાં વધુ ભારતીય નાવિકો સાથે આર્થિક છેતરપિંડી (Scam) થઈ રહી હોવાનો આરોપ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષે કર્યો હતો. શિપિંગ ઉદ્યોગમાં મોટું આર્થિક કૌભાંડ ચાલતું હોવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેની લેખિતમાં ફરિયાદ ‘મનસે’એ કરી છે.

તાજેતરમાં શિપિંગ ઉદ્યોગમાં ભારતના બે લાખ કરતાં વધુ નાવિકો ભારતીય અને વિદેશી શિપિંગ કંપની સાથે કામ કરી રહ્યા છે, જેમાંથી 40 જેટલા અધિકારી છે અને 1.6 લાખ જેટલા સિમેન- ખલાસી છે. આ સીમેન ‘NUSI’ (નેશનલ યુનિયન ઓફ સીફેરર્સ ઓફ ઈન્ડિયા) આ ટ્રેડ યુનિયનના અને દરેક ઓફિસર્સ ‘MUI’ (મેરિટાઇમ યુનિયન ઓફ ઇન્ડિયા)ના સભ્યો છે.

આ બંને યુનિયન ભારતમાં ‘રિક્રુટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સર્વિસ લાયસન્સ’ ધરાવતી કંપનીઓ સાથે ‘કલેક્ટિંગ બાર્ગેનિંગ એગ્રીમેન્ટ’ કરે છે, જેથી આ કરાર પર શિપિંગ કંપનીના ડાયરેક્ટર જનરલ અથવા અન્ય કોઈ સરકારી અધિકારીઓની સત્તાવાર મંજૂરી, સહી કે સ્ટેમ્પ નહીં હોવા અંગે પણ સરકારનું ધ્યાન દોર્યું હતું. ‘મર્ચન્ટ શિપિંગ એક્ટ’ હેઠળ તમામ મર્ચન્ટ ઓફિસર અને સિમેનના રોજગાર માટેની જોગવાઈ કરવામાં આવી છે.

જોકે, ‘મર્ચન્ટ શિપિંગ એક્ટ’માં સીફેરર્સને કેટલું વેતન (પગાર) આપવું તે અંગે કોઈ પણ જોગવાઈ કરવામાં આવી નથી. જેથી ‘NUSI’ અને ‘MUI’ દ્વારા અનેક વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરનાર નાવિકોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

આ બંને સંસ્થાઓ દ્વારા નાવિકો (સીફેરર્સ) પાસેથી ‘વેલફેર’ અને ‘ટ્રેનિંગ’ના નામે ફીની વસૂલાત કરવામાં આવે છે. આ રકમનું સરકાર દ્વારા કોઈ ઓડિટ થતું નથી, જેથી આ રકમ ક્યાં જાય છે એ બાબતનો ખુલાસો કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો હતો.

12મી ડિસેમ્બર 2018ના રોજ શિપિંગ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે NMB આ સંસ્થાની ભારત સરકાર હેઠળ નોંધણી કરવામાં આવી નથી જેથી આ પર સરકારનું કોઈ નિયંત્રણ પણ નથી. આ સંસ્થા છેતરપિંડીની રકમથી કોઈ વિદેશની સંસ્થાને કરોડો રૂપિયાનું ભંડોળ (ફંડિંગ) પૂરું પાડી રહી છે કે નહીં એ બાબતે તપાસ કરવાની અરજી સરકારને કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button