Shubman Gillએ Ben Duckettની એ રીતે વિકેટ લીધી કે ક્રિકેટપ્રેમીઓના દિલ થયા ગાર્ડન ગાર્ડન…
હિમાચલના ધર્મશાલા ખાતે IND Vs ENG 5th Test Match રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા ઓલરેડી આ સિરીઝમાં 3-1થી આગળ ચાલી રહી છે અને અત્યારે રમાઈ રહેલી આ મેચ ઔપચારિક હોવા છતાં પણ બંને ટીમ પૂરું જોર લગાવીને રમી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેન્કિંગ પર પણ આ મેચના રિઝલ્ટની અસર જોવા મળશે. પરંતુ આ જ મેચમાં Shubhman Gillનો એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં Shubman Gill જે રીતે ઊંધી દિશામાં દોડીને બેન ડકેટની વિકેટ લીધી હતી એ જોઈને ક્રિકેટપ્રેમીઓનું દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયું હતું.
કુલદિપ યાદવ બોલિંગ કરી રહ્યો હતો અને એ સમયે સ્કોર બોર્ડ પર ઈંગ્લેન્ડનો સ્કોપ 55 રનનો હતો. કુલદીપની ઓવરના પહેલાં જ બોલ પર ક્રાઉલીએ ફોર માર્યો હતો અને ત્યાર પછીનો એક બોલ વિધાઉટ રન ગયો હતો. ત્રીજા બોલ પર એક રન લઈને ક્રાઉલીએ ડકેટને સ્ટ્રાઈક આપી હતી. ચોથા બોલ પર ડકેટે ફોર મારીને કુલદીપને બેકફૂટ પર મોકલ્યો હતો. પાંચમો બોલ વિધાઉટ રન ગયો હતો.
પરંતુ કુલદીપના છઠ્ઠા બોલમાં ડકેટ ફસાઈ ગયો. ડકેટ કુલદીપના બોલ પર ઓફ સાઈડ રમવા ગયો. શુભમને છેલ્લે સુધી બોલ પર નજર રાખી અને ઊંધી દિશામાં દોડવાનું શરૂ કર્યું. એકાદ ક્ષણ માટે તો એવું પણ લાગ્યું કે આ ખૂબ જ મુશ્કેલ છે, પણ શુભમને અશક્યને પણ શક્ય કરી દેખાડ્યું હતું અને ડકેટનો કેચ આઉટ કર્યો હતો જેને કારણે 27 રન બનાવીને ડકેટ પેવેલિયન ભેગો થઈ ગયો હતો અને ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા મળી હતી.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરીએ તો તે આ પ્રમાણે છે-
India Playing 11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, દેવદત્ત પડિક્કલ, રવીન્દ્ર જાડેજા, સરફરાઝ ખાન, ધ્રૂવ જુરૈલ (વિકેટ કિપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીસ બુમરાહ, મોહમ્મદ સિરાજ
England Playing 11: ઝેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, બેન સ્ટોક્સ (કેપ્ટન), જોની બેઅરસ્ટો, બેન ફોક્સ (વિકેટ કિપર), ટોમ હાર્ટલે, શોએબ બશીર, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.