Sun Tansit Pisces: 14 દિવસ બાદ આ ત્રણ રાશિના લોકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
વૈદિક જ્યોતિષમાં એક ગ્રહની બીજા ગ્રહ સાથે મિત્રતા અને શત્રુતાની અસર 12-12 રાશિ પર જોવા મળે છે અને દર થોડાક સમયે ગ્રહ પોતાની શત્રુ અને મિત્ર ગ્રહની રાશિમાં ગોચર કરે છે અને આજે અમે અહીં તમારા માટે આવા જ એક ગોચરની માહિતી લઈને આવ્યા છીએ.
આજથી બરાબર સાત દિવસ બાદ એટલે કે 14મી માર્ચના દિવસે ગ્રહોનો રાજા સૂર્ય ગોચર કરવા જઈ રહ્યો છે અને સૂર્ય ગોચર કરીને તે મીનમાં પ્રવેશ કરશે. મીન રાશિ પર ગુરુનું આધિપત્ય છે અને ગુરુ અને સૂર્ય વચ્ચે મિત્રતાનો ભાવ છે, જેને કારણે સૂર્યના આ ગોચરની અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતા અંશે જોવા મળી રહી છે.
સૂર્યના ગોચરને કારણે ત્રણ એવી રાશિ છે કે જેનું ભાગ્ય ઉઘડી શકે છે આ ગોચરને કારણે, તેમના માન-સન્માનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
ધનઃ
ધન રાશિના જાતકો પર સૂર્યનું મીનમાં ગોચર કરવું શુભ પરિણામો લઈને આવશે. આ ગોચર ધન રાશિના ચતુર્થ ભાવમાં થઈ રહ્યો છે જેને કારણે આ રાશિના લોકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ રહી છે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી શકો છો. બેંક બેલેન્સમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. કરિયરમાં સારી સારી તક મળી શકે છે. માતા સાથેના સંબંધોમાં પણ સુધારો અને મીઠાશ જોવા મળશે.
કન્યાઃ
કન્યા રાશિના લોકો માટે પણ સૂર્યનું આ ગોચર શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. આ રાશિ પરિવર્તન કન્યા રાશિના સપ્તમ ભાવમાં થઈ રહ્યો છે જેને કારણે પરિણીત લોકોના વૈવાહિક જીવનમાં ખુશીઓ અને આનંદની પળો આવશે. લવ લાઈફમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. સંબંધમાં પહેલાંથી વધુ પ્રેમ અને માન-સન્માન મળશે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવશે. તમારી તમામ ઈચ્છાઓ આ સમયગાળામાં પૂરી થઈ રહી છે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે પણ મીન રાશિમાં સૂર્યદેવનું આ ગોચર લાભદાયી સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ ગોચર આ રાશિના લોકોના કર્મ ભાવમાં થઈ રહ્યો છે. કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓના સાધનોમાં વૃદ્ધિ થઈ રહી છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. નોકરી શોધી રહેલાં લોકોને નવી નોકરી મળી શકે છે. વેપાર કરી રહેલાં લોકોને પણ આ સમયગાળામાં સારો એવો નફો થઈ રહ્યો છે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે, જેને કારણે ભવિષ્યમાં તમને લાભ થઈ રહ્યો છે.