PM Modi શ્રીનગર મુલાકાત લાઈવ અપડેટ
![pm modi srinagar](/wp-content/uploads/2024/03/pm-modi-srinagar.webp)
કલમ 370ની જોગવાઈઓ હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન ઘણી વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે. પીએમ મોદી રેલી દરમિયાન 6400 કરોડ રૂપિયાની 52 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
![](/wp-content/uploads/2024/03/GIDNbxpWwAAXeSd-1024x658.jpeg)
સવારે બરાબર 12 વાગ્યા પહેલા પીએમ મોદી શ્રીનગર પહોંચી ગયા હતા. તેમના સ્વાગત માટે ભાજપના કાર્યકરો અને રાજ્યના લોકોમાં ભારે મતદાન જોવા મળી રહ્યો હતો છે. પીએમ મોદી બક્ષી સ્ટેડિયમમાં જનતાને સંબોધિત કરવા રવાના થયા હતા. બક્ષી સ્ટેડિયમમાં પીએમ મોદીની એક ઝલક મેળવવા લોકો બેતાબ છે.
![](/wp-content/uploads/2024/03/GIDNcvNXsAA1eB7-1024x744.jpeg)
કાશ્મીર ઘાટીના દસ જિલ્લાના લોકો શ્રીનગર પહોંચી ગયા છે. સ્ટેડિયમ ઉપરાંત શ્રીનગર સહિત ઘાટીમાં અલગ-અલગ જગ્યાએ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળ્યું છે.
બક્ષી સ્ટેડિયમમાં મોદી-મોદીના નારા ગુંજ્તા હતા. કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં સુશોભિત સ્ટેજ પર પહોંચ્યા હતા અને તેમણે લોકોના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદી ટૂંક સમયમાં સ્ટેડિયમમાં આવી પહોંચશે. પીએમ મોદીની આર્ટિકલ 370ની નાબુદી બાદની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત માટે જડ઼બેસલાક સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના કો-ફાઉન્ડર અને કાશ્મીરના અગ્રણી ગુર્જર નેતા મુઝફ્ફર હુસૈન બેગ તેમની પત્ની સફિના સાથે પીએમની રેલીમાં પહોંચ્યા હતા.