વેપાર

ડૉલર સામે રૂપિયો છ પૈસાનો સુધારો

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૭૪.૨૮ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૨.૮૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૯૦ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૨.૯૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૧ અને ઉપરમાં ૮૨.૮૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૨.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૯ ટકા ઘટીને ૧૦૩.૫૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.

તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૦૮.૮૬ પૉઈન્ટનો અને ૧૧૭.૭૫ પૉઈન્ટનો સુધારો તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી ખરીદી રહી હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button