શેર બજાર

શૅરબજારમાં રચાયો નવો ઇતિહાસ: બંને બેન્ચમાર્ક નવી વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટનો ઉછાળો

બ્લો મોલ્ડિંગ, ઈન્જેક્શન મોલ્ડિંગ અને કસ્ટમાઈઝડ મોલ્ડિંગના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક મિત્સુ કેમ પ્લાસ્ટ લિમિટેડનો રાઇટ ઇશ્યુ ૨.૩૪ ગણોે છલકાયો છે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: યુરોપના બજારોના સુધારા સાથે સેન્ટિમેન્ટમાં સુધારો આવવાથી બજારે બપોરના સત્રમાં બેન્ચમાર્કે નીચા મથાળેથી રિબાઉન્ડ કર્યું હતું અને નવી ઊંચી સપાટીએ સ્થિર થયાં હતાં. ખાસ કરીને બેન્ક અને આઇટી શેરોની લેવાલીના ટેકાએ શેરબજારમાં નવો ઇતિહાસ રચાયો હતો. બંને બેન્ચમાર્ક નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૪,૦૦૦ની સપાટી વટાવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી પણ ૨૨,૫૦૦ની લગોલગ પહોંચ્યો હતો.

સેન્સેક્સ સત્ર દરમિયાન ૪૭૪.૧૪ પોઇન્ટ અથવા તો ૦.૬૪ ટકાના ઉછાળા સાથે ૭૪,૧૫૧.૨૭ની નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટી નોંધાવ્યાં બાદ અંતે ૪૦૮.૮૬ પોઇન્ટ અથવા તો ૦.૫૫ ટકાના સુધારા સાથે ૭૪,૦૮૫.૯૯ પોઇન્ટની, જયારે એનએસઇનો નિફટી ઇન્ડેક્સ સત્ર દરમિયાન ૧૪૦.૯૦ પોઇન્ટ અથવા તો ૦.૬૩ ટકાના ઉછાળા સાથે ૨૨,૪૯૭.૨૦ની નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટી નોંધાવ્યાં બાદ અંતે ૧૧૭.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૫૩ ટકાના સુધારા સાથે ૨૨,૪૭૪.૦૫ પોઇન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

વિશ્ર્વબજારમાં અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેનના ટેસ્ટીમની અગાઉ સાવચેતીના માનસ વચ્ચે નકારાત્મક સંકેત રહ્યાં હતાં. સવારના સત્રમાં નિરસ હવામાન રહ્યું હતું જોકે, યુરોપના બજારોમાં સુધારો દેખાયા બાદ બપોરના સત્ર પછી સ્થાનિક બજારમાં સમાર્ટ રિકવરી જોવા મળી હતી. લાર્જ કેપ શેરોમાં લેવાલીનો ટેકો મળતા બંને બેન્ચમાર્ક નોંધપાત્ર સુધારા સાથે નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

કોટક મહિન્દ્રા બેન્ક ૨.૪૭ ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર શેર બન્યો હતો. સેન્સેક્સના અન્ય ગેઇનર શેરોમાં એક્સિ બેન્ક, ભારતી એરટેલ, સન ફાર્મા, એચસીએલ ટેકનોલોજી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન અને ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસનો સમાવેશ હતો. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, મારુતિ, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ અને ટાટા મોટર્સનો ટોપ લુઝર્સ શેરોમાં સમાવેશ હતો.

બ્લો મોલ્ડિંગ, ઈન્જેક્શન મોલ્ડિંગ અને કસ્ટમાઈઝ્ડ મોલ્ડિંગના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક મિત્સુ કેમ પ્લાસ્ટ લિમિટેડનો રાઇટ ઇશ્યુ ૨.૩૪ ગણોે છલકાયો છે. કંપનીને કુલ ૧૫,૦૯,૦૭૫ શેરની ઓફર સામે ૩૫,૩૦,૯૨૧ શેર માટે બિડ મળી છે. રાઇટ્સ ઇશ્યુની કિંમત રૂ. ૧૪૪ પ્રતિ રાઇટ ઇક્વિટી શેર હતી, અને રેશિયો પ્રત્યેક આઠ પેઇડઅપી શેર સામે એક ઇક્વિટી શેર હતો. પોપ્યુલર વ્હીકલ એન્ડ સર્વિસીસ લિમિટેડ ૧૨ માર્ચે પ્રારંભિક જાહેર ભરણાં સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઈસ બેન્ડ રૂ. ૨૮૦થી રૂ. ૨૯૫ પ્રતિ ઈક્વિટી શેર નક્કી થઇ છે. ફેસવેલ્યૂ શેરદીઠ બે રૂપિયા છે. બિડ અથવા ઓફર ૧૪ માર્ચ, ૨૦૨૪ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ ૧૧ માર્ચે ખૂલશે. લઘુત્તમ બિડ ૫૦ ઇક્વિટી શેર અને ત્યાર બાદ ૫૦ શેરના ગુણાંકમાં કરી શકાય છે. સિમેન્ટ ઉદ્યોગમાં લોજિસ્ટિક સપોર્ટમાં અગ્રણી કૌશલ્યા લોજિસ્ટિક્સ લિમિટેડે જેકે સિમેન્ટ માટે એક્ઝ્ક્લુઝીવ ધોરણે વારાણસીમાં હબ ડેપોની કામગીરી શરૂ કરી છે. આ કામગીરી પહેલી માર્ચ ૨૦૨૪થી અમલી બને છે. ઉપરાંત કંપનીએ મધ્યપ્રદેશમાં અદાણી સિમેન્ટ માટે વ્યૂહાત્મક રીતે સ્થિત ડેપોનું સંચાલન કરવાની સત્તાવાર પુષ્ટિ જાહેર કરી છે. અદાણી સિમેન્ટ સાથેની ભાગીદારી આગામી ૩૦-૬૦ દિવસમાં કામગીરી શરૂ થવાની અપેક્ષા છે.

ટાટા એન્ટરપ્રાઈઝના ઉપક્રમ બિગબાસ્કેટે નવી બ્રાન્ડ પ્રેસિયા અંતર્ગત ફ્રોઝન ફૂડનું લોન્ચિંગ કર્યું છે અને આ માટે જાણીતા ક્યુલિનરી એક્સપર્ટ પદ્મશ્રી સંજીવ કપૂર ભાગીદારી સાધી છે. આ પ્રોડક્ટ માટે ક્વિક ફ્રીઝિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. એક અંદાજ અનુસાર ફ્રોઝન ફૂડની માર્કેૈટ પાંચ વર્ષમાં ૧૬ ટકાના સીએજીઆર સાથે ૪.૫ અબજ ડોલર સુધી પહોંચશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શેર અને ડિબેન્ચર સામે કોઈપણ પ્રકારનું ધિરાણ કરવા પર પ્રતિબંધ જાહેર કર્યા પછી જેએમ ફાઈનાન્શિયલના શેર ૨૦ ટકાની નીચલી સર્કિટને અથડાયા હતા. જોકે, તે અંતે ૧૧ ટકાના ઘટાડાએ સ્થિર થયાં હતાં. જ્યારે આઇઆઇએફએલમાં સતત બીજા દિવસે ૨૦ ટકાની નીચલી સર્કિટ લાગી છે. આ બીજી એમબીએફસી આરબીઆઇની અડફેટે આવી છે. બંને કંપનીઓએ આ સંદર્ભે પોતપોતાની રીતે આ અંગે સ્પષ્ટતા આપી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત