નેશનલ

હરિયાણામાં 10મા અને 12માના બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓનો VIDEO વાયરલ

નૂહ/હરિયાણા: ઉત્તર ભારતના બિહાર, યુપી, અને હરિયાણા સહિતના રાજ્યોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં નકલના કિસ્સા સામે આવતા રહે છે. આ રાજ્યોમાં પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ નકલ કરે છે. ઘણી વખત આવી ઘટનાઓના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જેમ કે હરિયાણામાં 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ હાલ ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો બારી પર લટકીને નકલ કરી રહ્યા છે. વાયરલ વીડિયો નુહ જિલ્લાના પિનગવાની આઈકેએમ પબ્લિક સ્કૂલનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થીઓને કોપી મોકલવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ગત મંગળવારે હરિયાણા બોર્ડની 10મા ધોરણની ફિઝિકલ એજ્યુકેશન (શારીરિક શિક્ષણ)ની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પરીક્ષાર્થીઓ દ્વારા મોટા પ્રમાણમાં નકલ થતી જોવા મળી હતી.

12મા ધોરણનું ઉર્દૂનું પેપર લીક થયું

હરિયાણામાં એક અન્ય વીડિયો પણ વાયરલ થયો છે જેમાં લોકો સ્કૂલની બિલ્ડીંગ પર ચડીને પરીક્ષાર્થીઓને નકલ કરાવી રહ્યા છે અને સ્કૂલ મેનેજમેન્ટ મુક પ્રેક્ષક બની રહ્યું છે. આ ઉપરાંત, શુક્રવારે નુહ જિલ્લાની સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળા ટપકન-02 (બી-2) માં બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં 12મા ધોરણનું ઉર્દૂ પેપર લીક થયું હતું. સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થયાની માહિતી મળતાની 15 મિનિટમાં જ સ્કવોર્ડ ફ્લાઈંગ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પેપર આઉટ થયેલા વિદ્યાર્થીને પકડી લીધો હતો. જ્યારે પેપરનો ફોટો લેનાર વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી હતી.

જવાબદારો સામે નોંધાઈ ફરિયાદ

આ મામલે હરિયાણા બોર્ડના અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રના ઓબ્ઝર્વર , સેન્ટર સુપરિટેન્ડન્ટ, એક્ઝામ સુપરવાઈઝર સહિત આરોપી વિદ્યાર્થી અને ફોટો પડાવનાર વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી છે. જ્યારે, બોર્ડે તે કેન્દ્રમાં આયોજિત ઉર્દૂ પરીક્ષા પણ રદ કરી દીધી છે. અધિકારીઓની પ્રારંભિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી વિદ્યાર્થીના સંબંધીએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો અને તેના મોબાઈલ પર પ્રશ્નપત્રનો ફોટો ક્લિક કર્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

શિક્ષણ મંત્રીએ નકલ થયાના કર્યો ઈન્કાર

આ દરમિયાન, નૂહમાં 10મા અને 12મા બોર્ડની પરીક્ષામાં નકલ થયાના અહેવાલ પર, હરિયાણાના શિક્ષણ મંત્રીએ કંવર પાલે કહ્યું, “આ એક કેસ સિવાય, રાજ્યમાં આવી કોઈ ફરિયાદ આવી નથી. મેં બોર્ડના ચેરમેન સાથે વાત કરી છે અને તેમણે કહ્યું છે કે એવું કાંઈ થયું નથી.” તે સમયે પૂરતો પોલીસ બંદોબસ્ત હતો. અમે સૂચના આપી છે કે પોલીસ ફોર્સ તાત્કાલિક ત્યાં પહોંચે. હરિયાણામાં નકલની ઘટનાઓ લગભગ ખતમ થઈ ગયા છે. એક સ્કૂલમાં એક ઘટના બની છે અને અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું. રાજ્યમાં પેપર લીકની બીજી કોઈ ઘટના બની નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત