ટોપ ન્યૂઝનેશનલ

Paytm, IIFL Finance બાદ હવે જેએમ ફાઈનાન્શિયલ પર આરબીઆઈની મોટી કાર્યવાહી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એક પછી એક એવી નાણાકીય કંપનીઓને રડાર પર લઈ રહી છે જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. પહેલા પેટીએમ (Paytm) પેમેન્ટ્સ બેંકની બેંકિંગ યુનિટની સર્વિસીસ પર પ્રતિબંધ, પછી ગોલ્ડ લોન આપતી કંપની IIFL ફાઈનાન્સ સામે કાર્યવાહી અને હવે IPO ભરવા માટે લોન આપતી ફાઇનાન્સ કંપની જેએમ ફાઇનાન્સિયલ પર વિવિધ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. RBIની કાર્યવાહી બાદ આ બંને કંપનીઓના શેર પણ Paytmની જેમ ધરાશાયી થઈ ગયા છે.

જેએમ ફાઈનાન્શિયલ RBIના નિશાન પર

જેએમ ફાઈનાન્શિયલ કંપની આરબીઆઈના નિશાન પર આવી છે, જેના પર કેન્દ્રીય બેંકે છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારથી જ તાત્કાલિક અસરથી તમામ પ્રકારના નિયંત્રણો લાદવાનો આદેશ જાહેર કર્યો છે. RBIએ આ નાણાકીય કંપની વિરુદ્ધ કાર્યવાહી ગ્રાહકોને IPOમાં બિડ કરવામાં મદદ કરવા માટે આપવામાં આવેલી લોનના મામલે કરી છે. આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ સેન્ટ્રલ બેંકે આ નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીને શેર અને ડિબેન્ચરના બદલામાં કોઈપણ પ્રકારની નાણાકીય સહાયતા આપવાથી રોકી દીધી છે. આમાં IPO સાથે લોનની મંજૂરી અને વિતરણનો પણ સમાવેશ થાય છે.

કંપનીનો શેર 20 ટકા તુટ્યો

RBIની કાર્યવાહી બાદ, જેએમ ફાઈનાન્શિયલના શેરમાં પણ અગાઉ પેટીએમની પેરેન્ટ કંપની વન97 શેર અને IIFL શેરમાં જોવા મળ્યો હતો તેવો ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન જેએમ ફાઇનાન્શિયલ શેર 20 ટકા ઘટીને રૂ. 76.40 થયો હતો. જો કે, ટ્રેડિંગના છેલ્લા કલાક દરમિયાન, જ્યારે બજાર અચાનક પલટાયું અને લીલા નિશાનમાં પ્રવેશ્યું, ત્યારે આ શેરનો ઘટાડો પણ અમુક અંશે ઘટ્યો હતો. આ હોવા છતાં, બજાર બંધ થયા પછી, જેએમ ફાઇનાન્શિયલનો શેર 10.42 ટકા ઘટીને રૂ. 85.50 પર બંધ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button