મનોરંજન

Deepika Padukone બાદ હવે આ એક્ટ્રેસ આપશે Good News…

બોલીવૂડમાં લગ્ન બાદ હવે Good News આપવાની મૌસમ પૂરબહારમાં ખિલી છે. થોડાક સમય પહેલાં જ એક્ટ્રેસ Deepika Padukone બાદ હવે વધુ એક એક્ટ્રેસ ગુડ ન્યુઝ આપવા જઈ રહી છે એવી ચર્ચા ચાલી રહી છે. આ એક્ટ્રસ છે બોલીવૂડની બબલી ગર્લ Parineeti Chopra…

Parineeti Chopraની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાં કરવામાં આવે છે અને તેણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. Parineeti Chopra પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ગયા વર્ષે જ પરિણીતિએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢા સાથે લગ્ન કર્યા હતા.

પરિણીતીના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા અને લગ્ન બાદ તે અવારનવાર પતિ રાઘવ સાથે પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ બધા વચ્ચે હવે પરિણીતિ ચોપરાનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેને કારણે તેની પ્રેગ્નન્સીને લઈને અટકળો વ્યક્ત કરાઈ રહી છે.

હાલમાં જ પરિણીતિ ચોપરા એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને પરિણીતિને જોતાં જ પેપરાઝી તેને કેમેરામાં કેદ કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર પરિણીતીનો વીડિયો વાઈરલ થતાં જ લોકોએ પરિણીતી પ્રેગ્નન્ટ છે એવી અફવાઓ ઉડવાનું શરૂ થઈ ગઈ છે.

આ અટકળો લગાવવાનું કારણ પરિણીતીએ પહેરેલાં ઢીલા ઢીલા કપડા છે. વ્હાઈટ કલરના ખુલ્લાં શર્ટની સાથે શોટ્સ પહેર્યા હતા. પરિણીતીના આ લેટેસ્ટ લૂકને જોતા તેની ગર્ભાવસ્થાની અટકળો લગાવવામાં આવી રહી છે.

પરિણીતિ ચોપડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર સતત યુઝર્સના રિએક્શન આવી રહ્યા છે. આ વીડિયો પર કમેન્ટ કરી મોટાભાગના યુઝર્સ પરિણીતિ પ્રેગ્નેન્ટ હોવાની વાત કહી રહ્યા છે. એક યુઝરે તો આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ટૂંક સમયમાં જ ગુડ ન્યૂઝ આવી રહી છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button